વેપાર-વાણિજ્ય

શું ખરેખર સોના પર હોલમાર્કિંગ ફરજિયાત કરીને સરકારે એક તીરે બે નિશાન માર્યા ? જાણો વિગત ..

Jul, 20 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,20 જુલાઈ  2021

મંગળવાર.

કેન્દ્ર સરકારે સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત કરીને એક તીરે બે નિશાન માર્યુ હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે. બે ગ્રામથી વધુ વજનના  સોનાના દાગીના પર હોલ માર્કિંગ ફરજિયાત કરવાથી ગ્રાહકોને તો શુદ્ધ સોનું મળવાનું જ છે. પરંતુ  તેની સાથે દર વર્ષે બજારમાં કાળા પૈસાથી 300 ટન સોનાની ખરીદી કરનારા અને તેનું વેચાણ કરનારાઓને અંકુશમાં લાવવા સરકારે આ પગલું  ઊંચક્યું હોવાનું કહેવાય છે.

 ઝવેરી બજારના નિષ્ણાતોના કહેવા મુજબ દેશમાં દર વર્ષે 800થી 850 ટન સોનુ આયાત કરવામાં આવે છે.  તેમાંથી લગભગ 500 થી 550 ટન સોનુ દાગીના  બનાવવા પાછળ જાય છે. બાકી રહેલું 300 ટન સોનુ બિલ વગર અને ટેક્સ ચૂકવ્યા વગર બ્લેકના પૈસાથી વેચાતું હોય છે. ત્યારે સરકારની નજર કાળા પૈસાથી આ 300 ટન સોનાની ખરીદી કરનારા અને તેનું વેચાણ કરનારા પર મંડાયેલી છે.

અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં કાળા પૈસાથી સૌથી વધુ સોનુ ખરીદવામાં આવતું  હોય છે. જેમાં કોઈ પ્રકારના બિલ બનતા નથી.  તેને કારણે સરકાર આવક ગુમાવે છે અને દેશના અર્થવ્યવસ્થાને પણ  નુકસાન થતુ હોય છે. તેથી બ્લેક મનીનો સોનામાં થતો ઉપયોગ રોકવા સરકાર હોલમાર્કિગ ફરજિયાત કર્યું છે. એ સાથે જ  કોડ પણ લઈ આવી છે. એટલે કે હોલમાર્ક યૂનિક આઈડેન્ટિફિકેશન ડિજિટ. આ યૂનિક કોડ નંબરથી દાગીના બનાવનારાથી તેની ખરીદી કરનારાઓની તમામ જાણકારી મળી રહેશે. તેમાં મોટાભાગે દેશમાં મહિલાઓ જ સોનાની ખરીદી કરતી હોય છે.

દાળ-કઠોળની સ્ટૉક-મર્યાદાને કેન્દ્ર સરકારે પાછી ખેંચી લેતાં હોલસેલરો અને ઇમ્પૉર્ટરો ખુશ, જોકે રિટેલરો હજી પણ નારાજ; જાણો વિગત

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિયેશનના મુંબઈ અધ્યક્ષ કુમાર જૈને જણાવ્યું હતું કે સરકારે આ ઈમ્પોર્ટ  થયેલું 300 ટન સોનુ કયા જાય છે તે શોધવાની જરૂર છે. બ્લેક મનીથી ખરીદી થતી હોય તો રોકવાની જવાબદારી પણ સરકારની છે. પરંતુ 300 ટન સોનુ શોધવાના ચક્કરમાં દેશની મહિલાઓ ગૂંચવાઈ જશે. કારણકે આજે દેશની મહિલાઓ પાસે લગભગ  22,000 ટન સોનું  હોવાનું કહેવાય છે. મહિલાઓએ તેમની  બચતમાંથી આ સોનાની ખરીદી કરી છે. તેમના સુખદુખમાં આ સોનું કામ આવે છે. તેથી સરકાર હોલમાર્કિગ કે HUID થી લઈ આવે છે તો સામાન્ય મહિલાઓએ પોતાની બચતમાંથી ખરીદી કરેલા સોના માટે હેરાન થવું પડી શકે છે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )