ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર 2021
શનિવાર.
મહારાષ્ટ્રમાં સેંકડો વેપારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશન ઓફ અસોસિયેશન ઓફ મહારાષ્ટ્રે (FAM) રાજયમાં પેટ્રોલ અને ડિઝલ પર રહેલા VATને ઘટાડવાની માગણી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કરી છે.
દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. અનેક રાજયોએ જોકે પેટ્રોલ અને ડિઝલ પર રહેલા વેલ્યુ એડેડ ટેક્સ (VAT)ને ઘટાડી દીધો છે. તેથી સંબંધિત રાજ્યોમાં ઈંધણના દરમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં ઈંધણ પર VATનો દર વધુ હોવાથી પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચેલા છે. FAMના પદાધિકારીના કહેવા મુજબ સેન્ટ્રલ ગર્વમેન્ટે એક્સાઈસ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલ પાંચ રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 10 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થયું છે. પરંતુ આ ઘટાડો બહુ મામૂલી છે. તેથી મહારાષ્ટ્ર સરકાર જો VATને ઘટાડે તો પેટ્રોલ-ડિઝલના ભાવમાં હજી ઘટાડો થશે.
વાહ! દીવાળીના તહેવારમાં દેશભરમાં આટલા કરોડનો થયો વેપાર, ચીની માલની બહિષ્કારની અસર; જાણો વિગત
FAMના કહેવા મુજબ અન્ય રાજયમાં VATમાં ઘટાડો કરવાને કારણે ત્યાં પેટ્રોલ-ડિઝલ સસ્તુ થઈ ગયું છે. તેથી મહારાષ્ટ્ર સરકાર પણ VATમાં ઘટાડો કરે તો મહારાષ્ટ્રમાં તેનો ફાયદો થઈ શકશે.