News Continuous Bureau | Mumbai
રિલાયન્સ કેપિટલના બોર્ડ ગર્વનન્સના અભાવે અને પેમેન્ટ ડિફોલ્ટ રહેવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કંપનીને વિસર્જિત કરી હતી. આ કંપનીની ખરીદી માટે બીડ લગાડવામાં આવી છે, જેમાં 14 કંપનીઓએ રસ બતાવ્યો છે, તેમા એક મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ગૌતમ અદાણીની કંપની મોખરે હોવાનું કહેવાય છે.
ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં અંબાણી પરિવાર વર્ચસ્વ ધરાવે છે. પરંતુ અંબાણી પરિવારના અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ કંપની દેવામાં ડૂબી ગઈ છે. હવે આ કંપનીની ખરીદી માં અનેક કંપનીઓ રસ બતાવ્યો છે, જેમાં ગૌતમ અદાણીની અદાણી ફાઇનાન્શિયલ સર્વિસિસ, કેકેઆર, પિરામલ ફાઇનાન્સ અને પૂનાવાલા ફાયનાન્સ, વર્દે પાર્ટનર, મલ્ટિપલ ફંડ, નિપ્પોન લાઈફ સહિત 14 કંપની આગળ આવી છે.
આ સમાચાર પણ વાંચો : દેશના સૌથી મોટા આઈપીઓ પે.ટી.એમ એ રોકાણકારોને ફરી રડાવ્યાં, RBIના એક પગલાંથી પેટીએમનો શેર આટલા ટકા તૂટ્યો, સ્ટૉક ઓલ ટાઇમ લૉ સપાટી પર પહોંચ્યો
ભારતીય રિઝર્વ બેન્કે નીમેલા પ્રશાસક તરફથી બોલી લગાવવાની તારીખ 11 માર્ચને લંબાવીને 25 માર્ચ કરવામાં આવી છે. આ ત્રીજી સૌથી મોટી નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે, જેના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.