ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઑગસ્ટ, 2021
મંગળવાર
કોરોના વાયરસ સામે રસીકરણની ગતિમાં વધારા સાથે, વિશ્વભરમાં સોનાના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. દરમિયાન 25 કરોડના ક્વાડ્રિગા ઇગ્નિયો ફન્ડ મૅનેજ કરનાર ડિએગો પૈરીલાએ શક્યતા વ્યક્ત કરી છે કે આગામી ત્રણ કે પાંચ વર્ષમાં સોનાના ભાવ બમણા થશે. સાથે જ સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત ઔંસ દીઠ 3,000થી 5,000 ડૉલર સુધી પહોંચી શકે છે. ફન્ડ મૅનેજરનું કહેવું છે કે ઘણા દેશોમાં રાહત પૅકેજ આપવાને કારણે રોકાણકારોને કેન્દ્રીય બૅન્કો દ્વારા જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એનાથી વધારે અવગત નથી. એથી સોનાના ભાવ સતત વધતા રહેશે.
ફન્ડ મૅનેજરે જણાવ્યું હતું કે નબળી નાણાકીય અને રાજકોષીય નીતિઓના કારણે લાંબા ગાળાના નુકસાન અંગે રોકાણકારોમાં વધારે જાગૃતિ નથી. તેમણે કહ્યું કે જાણી જોઈને વ્યાજદર ઓછો રાખવાથી આવા અસેટ બબલ સર્જાયા છે, જે ફૂટવા મુશ્કેલ છે. આનાથી કેન્દ્રીય બૅન્કો માટે સામાન્ય સ્થિતિમાં પરત ફરવું મુશ્કેલ બનશે.
વાહ! ચેક ગણરાજ્યની એકૅડેમીના વિજ્ઞાનીઓએ કર્યો આ ચમત્કાર; જાણો વિગત
કોરોના મહામારીને કારણે 2020 દરમિયાન વિશ્વભરમાં ભારે નુકસાન વચ્ચે સોનું 2,075.47 ડૉલર પ્રતિ ઔંસની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યું હતું. જોકે છેલ્લાં કેટલાંક સપ્તાહથી એ 1,800 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. યુ.એસ.માં ફેડરલ રિઝર્વે નીતિને કડક બનાવવાના સંકેત આપ્યા બાદ જૂન 2021માં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ડિએગો માને છે કે પરિસ્થિતિ પર કેન્દ્રીય બૅન્કોનું એટલું નિયંત્રણ નથી, જેટલું લોકો વિચારી રહ્યા છે. ડિએગોએ અગાઉ 2016માં પાંચ વર્ષમાં સોનાને નવી ઉપલી સપાટીએ પહોંચવાની આગાહી કરી હતી.
હવે જો આપણે ભારતના દૃષ્ટિકોણથી ડિએગોના અંદાજને સમજીએ તો આગામી પાંચ વર્ષમાં સોનાના ભાવ 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પાર કરી શકે છે.
ઑગસ્ટ મહિનામાં ઘણી હિન્દી ફિલ્મો થિયેટર અને ઑનલાઇન રિલીઝ થવાની હરોળમાં; જાણો એ ફિલ્મો વિશે