541
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની ડિજિટલ કરન્સી અંગે લાંબા સમયથી કામ કરી રહી છે.
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ડિસેમ્બર 2021 સુધીમાં આરબીઆઈ તેની ડિજિટલ કરન્સી માટે ટ્રાયલ પ્રોગ્રામ લોન્ચ કરી શકે છે.
દુનિયાભરની કેન્દ્રીય બેંકો આ દિશામાં કામ કરી રહી છે. ચીન, યુરોપ અને બ્રિટનની કેન્દ્રીય બેંકો કોમર્શિયલ અને જાહેર ઉપયોગ માટે ક્રિપ્ટોકરન્સીની શક્યતાઓ પર વિચાર કરી રહી છે.
કોઈ પણ કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલ ડિજિટલ ચલણ અથવા ક્રિપ્ટોકરન્સીને CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) નામ આપવામાં આવ્યું છે.
આ ચલણને સંપૂર્ણ કાનૂની માન્યતા મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્તમાનની ફિયટ કરન્સીનું ડિજિટલ વર્ઝન હશે.
વાહ! ઑટો ઉદ્યોગમાં હવે આવશે તેજી, વાહનો પરના આ ટૅક્સને ઘટાડવા કેન્દ્ર સરકાર તૈયાર; જાણો વિગત
You Might Be Interested In