ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
દેશમાં સોનાના ભાવ આસમાનને આંબી ગયા છે. છતાં આજે પણ લોકો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સુરક્ષિત માને છે. ભારતીયોમાં સોનાનો મોહ એટલો છે કે છેલ્લા એક વર્ષમાં જ સોનાની આયાતમાં અધધધ કહેવાય એટલો 135 ટકાનો વધારો જોવા મળ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં સોનાની આયાત કરનારા દેશોમાં બીજા નંબરે આવે છે.
કોરોનાના નિયમો હળવા થવાની સાથે જ હાલ ભારતમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે. એથી લગ્નપ્રસંગમાં સોનાની ખરીદી પણ વધી ગઈ છે. એની અસર દેશના ગોલ્ડ માર્કેટ પર જણાઈ આવે છે. આ વર્ષે જુલાઈમાં ગયા વર્ષના જુલાઈની સરખાણીમાં 135.56 ટકા સોનાની આયાત વધુ થઈ છે. આ વર્ષે જુલાઈમાં લગભગ 420.35 કરોડ રૂપિયાની કિંમતનું ગોલ્ડ ઇમ્પોર્ટ થયું છે. એની સામે ગયા વર્ષે જુલાઈ મહિનામાં 178.45 કરોડની કિંમતનું ગોલ્ડ ઇમ્પોર્ટ થયું હતું.
સરકારની આ નિતી સામે દેશભરના ઝવેરીઓ ની હડતાળ ની ચીમકી;જાણો વિગત
ચાલુ આર્થિક વર્ષમાં એપ્રિલ-જુલાઈ દરમિયાન કુલ 1,209.14 કરોડ રૂપિયાની કિંમતનું સોનું આયાત થયું છે. ગયા વર્ષે એપ્રિલથી જુલાઈના ચાર મહિના દરમિયાન માત્ર 247.23 કરોડ રૂપિયાની કિંમતનું સોનુ આયાત થયું હતું. એટલે કે આ વર્ષના ચાર મહિનામાં જ સોનાની આયાતમાં 389.07 ટકાનો વધારો થયો છે.