222
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧
સોમવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન અંતર્ગત જુલાઈ મહિનામાં બમ્પર રકમ વસૂલવામાં આવી છે.
આ મહિનામાં સરકારી ખજાનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી 1 લાખ 16 હજાર 393 કરોડ આવ્યા છે.
કુલ જીએસટી આવકમાંથી સીજીએસટી 22,197 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 28,541 કરોડ રૂપિયા, આઇજીએસટી 57,864 કરોડ રૂપિયા રહ્યું છે.
આ ઉપરાંત ઉપકર એટલે કે સેસ દ્વારા 7,790 કરોડ રૂપિયા મળ્યા છે.
આમ જુલાઈના જીએસટીના આંકડામાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 33 ટકાનો વધારો જોવા મળ્યો છે.
જુલાઈ 2020માં જીએસટી આવક 87,422 કરોડ રૂપિયા હતી. જયારે જુનમાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી ઓછું એટલે કે 82,849 કરોડ રૂપિયા રહ્યું હતું.
મહારાષ્ટ્રના આ શહેરમાં સરકારને જગાડવા વેપારીઓ કરશે ઘંટનાદ આંદોલન; જાણો વિગત
You Might Be Interested In