ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જુલાઈ 2021
શુક્રવાર
ભારતમાં એમેઝોન અને ફ્લિપકાર્ટની ઇ-કોમર્સ બિઝનેસ મોડેલ વિરુદ્ધ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા થઈ રહેલી તપાસ અંગે કર્ણાટક હાઇકોર્ટની ડબલ બેંચે એમેઝોન અને ફ્લિપકાર્ટની અરજીઓને ફગાવી દીધી છે. હવે સીસીઆઈ દ્વારા ફ્લિપકાર્ટ અને એમેઝોન સામે તપાસનો માર્ગ મોકળો થયો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએટી) ના મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે હવે સીસીઆઈએ તાત્કાલિક એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ તપાસ શરૂ કરવી જોઈએ તેમજ કોઈ વિલંબ ન હોવો જોઈએ.
સીસીઆઈએ જાન્યુઆરી 2020 માં એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ સ્પર્ધા અધિનિયમ હેઠળ તપાસનો આદેશ આપ્યો હતો, જેની સામે એમેઝોન અને ફ્લિપકાર્ટે ફેબ્રુઆરી 2020 માં કર્ણાટક હાઇકોર્ટ પાસેથી સ્ટેનો હુકમ લીધો હતો, ત્યારબાદ સીસીઆઇએ અપીલ દાખલ કરી હતી.
ઝોમેટોની શૅરબજારમાં ધમાકેદાર એન્ટ્રી : ૫૩%ના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, જાણો વિગત