259
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
દિવાળી પહેલા જ ગૃહિણીઓને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 268 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2000.5 રૂપિયા થઇ ગઇ છે. જે આ પહેલાં 1734.5 રૂપિયા હતી.
મુંબઇમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1950 રૂપિયા ખર્ચ કરવા પડશે.
જો કે, ઓઈલ કંપનીઓએ સામાન્ય માણસના ઉપયોગ માટે 14.2 કિલો નોન-સબસિડીવાળા LPG સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે મહિને ઓઈલ કંપનીઓએ સબસિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો હતો.
કેન્દ્રીય આરોગ્યપ્રધાને લૉન્ચ કરી PCV, અને શું કહ્યું? જાણો વિગતે
You Might Be Interested In