News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ખાતા માટે લગભગ 6,062.45 કરોડ રૂપિયાના કાર્યક્રમને મંજૂરી આપી છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ ખાતાની કામગીરી સુધારવા માટે વર્લ્ડ બેંકની મદદથી આ ભંડોળ આપ્યું છે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રેઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પર્ફોમન્સ આ યોજના વર્લ્ડ બેંકની સહાયતાથી કેન્દ્ર સરકારે અમલમાં મકી છે. આ યોજના આર્થિક વર્ષ 2022-23માં ચાલુ થશે.
આ સમાચાર પણ વાંચો : ડિજિટલ ઇન્ડિયા! માર્ચ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર આટલા કરોડથી વધુ થયા ટ્રાન્ઝેક્શન; જાણો વિગતે
આ યોજના માટે કુલ ખર્ચ 6,062.45 કરોડ રૂપિયા જેટલો છે. તેમાંથી 3,750 કરોડ રૂપિયા વર્લ્ડ બેંકની લોન હશે. તો બાકીના 2,312.45 કરોડ રૂપિયા ભારત સરકાર તરફથી આપવામાં આવવાના છે.