ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જુલાઈ 2021
શુક્રવાર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીસ (MSME)ની શ્રેણીમાં લાવવા માટેની અધિસૂચના બહાર પાડી દીધી છે. એથી હવે દેશભરના MSME શ્રેણી અંતર્ગત આવતા વેપારીઓને RBIની અધિસૂચના મુજબ લોન આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. દેશના લગભગ અઢી કરોડ વેપારીઓને આનો ફાયદો થશે.
દેશના રિટેલ અને હોલસેલ વેપારીઓનો MSMEમાં સમાવેશ કરવાની ગયા અઠવાડિયે MSME મંત્રાલયે જાહેરાત કરી હતી. દેશના રિટેલ અને હોલસેલ વેપારીઓને એથી હવે ઓછો દરે લોન સહિતના અન્ય ફાયદા મળી શકશે.
સરકારના આ પગલાને કારણે દેશના નાનામોટા વ્યવસાય કરનારા રિટેલરો સહિત હોલસેલરોને ફાયદો થવાનો છે. આ શ્રેણીમાં આવતા વેપારીઓને MSME મંત્રાલયની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવા માટે પણ કહી દેવામાં આવ્યું છે, જેથી MSME સંબધિત યોજનાનો વેપારીઓ લાભ લઈ શકે.
અહીં ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રિટેલ અને હોલસેલ વેપારીઓ તેમનો સમાવેશ MSME કરવાની ડિમાન્ડ કરી રહ્યા હતા. સરકારે તેમની માગણી માન્ય કરી હતી. એથી હવે રિટેલ અને હોલસેલ વેપારીઓને ભારતીય રિઝર્વ બૅન્કની અધિસૂચના મુજબ પ્રાથમિકતાના આધારે બૅન્કમાંથી લોન મળશે. કૃષિ તેમ જ અન્ય નિર્ઘારિત સેક્ટરને સસ્તા દરે અને પ્રાથમિકતાના આધારે લોન આપવા માટે બૅન્કોને પોતાની કુલ લોનનો અમુક હિસ્સો આ સેક્ટર માટે અલગથી રાખવો પડશે.
FDઑટો રિન્યુઅલ સંદર્ભેના નવા નિયમો સામાન્ય લોકોને લાગુ નહિ પડે; RBIએ કરી આ સ્પષ્ટતા, જાણો વિગત
રિટેલ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના CEO રાજગોપાલના કહેવા મુજબ કોરોનાની બીજી લહેરમાં આર્થિક રીતે પડી ભાંગેલા વેપારીઓને સરકારના આ નિર્ણયથી ફાયદો થશે.