ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24, સપ્ટેમ્બર 2021
શુક્રવાર.
કોરોના મહામારી બાદ દેશની આર્થિક ગાડી માંડ પાટે ચઢી છે. એવામાં અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાને અમેરિકાની અગ્રણી કંપનીઓના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર(CEO)ની મુલાકાત કરી હતી. મુલાકાતનો હેતુ ભારતનું અર્થતંત્ર દોડતું રહે અને ભારતમાં આ કંપનીઓનું વિસ્તારીકરણ અને રોકાણ વધે તેવા પ્રયાસ હોવાનું કહેવાય છે. જે ટોચની 5 કંપનીઓના CEO સાથે મુલાકાત લીધી હતી, તેમાંથી બે CEO ભારતીય હોવાનું કહેવાય છે. જેમાં એડોફના શાંતનુ નારાયણ, જનરલ એટોમિક્સના વિવેકલાલ, ક્વાલકોમના ક્રિસ્ટિયાનો આમોન, ફર્સ્ટ સોલારના માર્ક વિડમાર અને બ્લેકસ્ટોનના સ્ટીફન એ.થી મુલાકાત કરી છે.
અરે વાહ! મુંબઈની હૉટેલો માટે મહાનગરપાલિકાનું રાહત પૅકેજ આવ્યું, આ કરમાં છૂટ મળશે; જાણો વિગત
આ મુલાકાત બાદ ક્વોલકોમના CEO ક્રિસ્ટિયાનો અને અમોન આ મુલાકાતને સફળ ગણાવી હતી. તેઓએ કહ્યું હતું કે ભારતમાં 5જી, ભારતના ગૃહઉદ્યોગ અન ટેક્નોજીકલ વિકાસ પર વડાપ્રધાન મોદી સાથે ચર્ચા થઈ હતી. મોદીએ તેમની સાથે ભારતમાં વેપાર માટે રહેલી તકો બાબતે ચર્ચા કરી હોવાનું કહ્યું હોવાનું માનવામાં આવે છે. એ સિવાય ભારતમાં ટેક્નોલોજીમાં રોકાણમાં રહેલી તક ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. અમોન સાથે ભારતમાં 5જી ટેક્નોલોજીના વિકાસના મુદ્દા પર ચર્ચા થઈ હતી.