News Continuous Bureau | Mumbai
આગામી મહિનાથી એટલે કે 1લી એપ્રિલ 2022થી પીએફના નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ અંતર્ગત હવે પીએફ ખાતામાં જમા કરવામાં આવેલી 2.50 લાખ રૂપિયાથી વધુ રકમ પર મળતું વ્યાજ કરપાત્ર હશે. મીડિયા રીપોર્ટસ મુજબ કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં વાર્ષિક 2.50 લાખ રૂપિયાથી વધુના યોગદાન પર ટેક્સ લાગૂ કરવાની યોજના બનાવી છે. સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા પાંચ લાખ રૂપિયા નિર્ધારિત કરાઇ છે. આવકવેરાના નવા નિયમો અંતર્ગત અત્યારના પીએફ ખાતાઓને એપ્રિલ 2022થી બે ભાગમાં વિભાજીત કરવામાં આવશે. જેમાં કર ચૂકવણીને પાત્ર અને કર વગરના ખાતાઓ સામેલ છે.
EPFOએ ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદરોમાં સૌથી મોટો કાપ મૂક્યો છે, જે દરો 40 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. આ સમયે હવે 2.50 લાખથી વધુના યોગદાન પર ટેક્સ લાગૂ કરવાની યોજના બનાવાઇ છે.
આ સમાચાર પણ વાંચો : આખરે જેલમાં બેઠેલા મંત્રી નવાબ મલિક પાસેથી બધા જ વિભાગો છીનવી લેવામાં આવ્યા. જાણો કોને કયો વિભાગ વહેંચી દેવાયો… જાણો વિગતે
આવકવેરાના નિયમો હેઠળ, જો કોઇ ખાનગી કર્મચારી પીએફ એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા જમા કરે છે તો તેમાંથી અઢી લાખની રકમ પર ટેક્સ લાગૂ પડશે. તે જ રીતે જો કોઇ સરકારી કર્મચારી પીએફ એકાઉન્ટમાં છ લાખ રૂપિયા ડિપોઝિટ કરે છે તો તેમાંથી એક લાખની રકમ પર ટેક્સ લાગુ થશે.
ઉલેખનીય છે કે થોડા દિવસ અગાઉ સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે EPFOએ પીએફના દરો ગત નાણાકીય વર્ષના 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કર્યા છે. આ છેલ્લા ચાર દાયકામાં સૌથી નીચલા સ્તરે છે. આ પહેલા વર્ષ 1977-78માં પીએફના દરો સૌથી ઓછો 8 ટકા હતો.