News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે અને વિશ્વના અનેક દેશો દ્વારા રશિયા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેના કારણે રશિયામાં ભારતીય વસ્તુઓની માંગ ઝડપથી વધી છે. ભારત માટે પણ રશિયામાં તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવાની આ એક સુવર્ણ તક હોવાનો દાવો કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કરવામાં આવ્યો છે.
દેશભરના વેપારી સંસ્થાનું નેતૃત્વ કરતી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે બહાર પાડેલી અખબારી યાદી મુજબ અત્યાર સુધી રશિયાને અમેરિકા, ઈંગ્લેન્ડ અને યુરોપિયન દેશોથી સપ્લાય થતી હતી. પરંતુ રશિયા પર મુકવામાં આવેલા પ્રતિબંધોને કારણે હવે કોઈ પણ દેશ તેમને સામાન મોકલતા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, રશિયાની ઘણી વ્યાપારી સંસ્થાઓએ ભારતીય માલસામાન માટે નો સંપર્ક કર્યો છે. ભારતના વેપારીઓ પણ રશિયામાં ભારતીય ઉત્પાદનોની નિકાસ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારની તિજોરી છલકાઈ, GST કલેક્શને તોડયા અત્યાર સુધીના તમામ રેકોર્ડ, માર્ચમાં થઇ અધધ આટલા લાખ કરોડની આવક
CAITના પદાધિકારીના કહેવા મુજબ રશિયામાં ભારતીય ઉત્પાદનોની માંગ ખૂબ જ ઝડપથી વધી છે. ખાસ કરીને ફ્રૂટ જામ અને જેલી, કોર્નફ્લેક્સ, મ્યુસલી, ચા, કોફી પાવડર, ખાંડ, મીઠું અને મરી. પાઉચ, દૂધનો પાવડર, ફળો, શાકભાજી, ચીઝ, પાસ્તાનો સામાન, માખણ, ફળોના પીણા, સૂપનો સામાન, મસાલા, મધ, બિસ્કીટ, અથાણું, ફ્રોઝન સ્નેક્સ, ખાદ્યપદાર્થો, કેચઅપ, ઓટ્સ, તૈયાર ખોરાક, બ્રેડ, ચોખા, કઠોળ, કોર્નફ્લોર પાવડર, સૂપ સ્ટીક્સ, પોટેટો ચિપ્સ વગેરે વસ્તુઓની વિવિધ પેકિંગમાં તાત્કાલિક જરૂર છે.
CAIT ના પદાધિકારીના કહેવા મુજબ એપ્રિલ 2020 થી માર્ચ 2021 સુધીમાં ભારત અને રશિયા વચ્ચે કુલ 8.1 બિલિયન ડોલરનો વેપાર થયો હતો, જેમાં ભારતથી રશિયામાં નિકાસ $2.6 બિલિયન હતી, જ્યારે રશિયામાંથી આયાત $5.48 બિલિયન હતી. હાલની તકથી આપણે ભારતથી રશિયામાં નિકાસનો આંકડો ઝડપથી વધારી શકીએ છીએ.
આ સમાચાર પણ વાંચો : નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ દિવસે શેરબજારમાં ફુલ ગુલાબી તેજી, લીલા નિશાન પર બંધ થયું માર્કેટ; આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ નિફ્ટી…
CAIT ના પદાધિકારીના કહેવા મુજબ રશિયાએ તેની કેટલીક પસંદગીની બેંકોને રશિયામાં આયાત થતા માલની ચૂકવણી કરવા માટે ખાસ અધિકૃત કર્યા છે અને તમામ માલની ચૂકવણી ડોલરને બદલે રશિયન ચલણ રૂબલમાંથી કરવામાં આવશે. ભારતીય ઉત્પાદનો માટે રશિયન બજારમાં પ્રવેશવાની આ શ્રેષ્ઠ તક છે. CAIT ભારતીય ઉત્પાદકો, વેપારીઓ અને રશિયન વેપારીઓ વચ્ચે સેતુનું કામ કરશે.
CAIT દ્વારા બહાર પાડેલી અખબારી યાદીમાં કહ્યા મુજબ CAIT એ રશિયામાં તેના સંપર્કોને પણ કહ્યું છે કે ભારતના અન્ય ઉત્પાદનો જેમ કે ફૂટવેર, રમકડાં, તૈયાર વસ્ત્રો, કપડાં, અન્ય ખાદ્ય સામગ્રી, બિલ્ડર હાર્ડવેર, કાગળ અને સ્ટેશનરી, કમ્પ્યુટર અને કમ્પ્યુટર એસેસરીઝ, ચશ્મા, સાયકલ અને માહિતી માંગી છે. સાયકલના પાર્ટ્સ, ઓટો પાર્ટ્સ વગેરે જેવા અન્ય ઉત્પાદનોની માંગ વિશે પણ માહિતી માંગી છે, જેથી કરીને તેની પણ મોટા પ્રમાણમાં નિકાસ કરી શકાય.