ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી જોવા મળી રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ માર્કેટ શરૂ થતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે.
સેન્સેક્સ 418.53 પોઇન્ટ અથવા 0.71 ટકા વધીને 59,559.69 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે 113.15 અંક એટલે કે 0.64 ટકા વધીને 17,742.65 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર ITC, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.
જોકે ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, NTPC, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
હાલ ભારતની માર્કેટ કેપ 261 લાખ કરોડ રૂપિયા છે. શેરબજારમાં સતત તેજીએ માર્કેટ કેપના મામલામાં ભારતીય બજારને છઠ્ઠા નંબરે પહોંચાડી દીધું છે.
સુનીલ ગાવસ્કરનું કામ થઈ ગયું, સરકારે કરોડો રૂપિયાની જમીન મફતમાં આપી; જાણો વિગત