News Continuous Bureau | Mumbai
સામાન્ય નાગરિકોને મોંધવારીનો ફટકો બરાબરનો તેમના ખિસ્સાને પડી રહ્યો છે. હવે ટેક્સીના ભાડામાં પણ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની અસર ઉબેર ટેક્સીઓ પર પડી છે. એપ આધારિત કેબ સર્વિસ પ્રોવાઈડર ઉબેરે તેના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાડામાં 15 ટકાનો વધારો થશે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6.40 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. તેની પૃષ્ઠભૂમિ સામે જ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
એક મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ઉબેર ઇન્ડિયા અને સાઉથ એશિયાના સેન્ટ્રલ ઓપરેશન્સના પદાધિકારીના કહેવા મુજબ ઉબરે મુંબઈમાં તેના દરોમાં 15 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સર્વિસ રેટમાં વધારાથી ડ્રાઇવરોને ફાયદો થશે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય અર્થતંત્રને રાહત: રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રશિયામાં ભારતીય ઉત્પાદનોની મોટી માંગ… જાણો વિગતે
દેશમાં 22 માર્ચ 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 22 માર્ચથી 23 માર્ચ સુધી પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિદિન 80 થી 80 પૈસાનો વધારો થયો હતો. 24 માર્ચે તેમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ 25 માર્ચથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે. 27 માર્ચે પેટ્રોલમાં 50 પૈસા અને ડીઝલમાં 55 પૈસાનો વધારો થયો હતો. 28 માર્ચે પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો થયો હતો. 29 માર્ચે પેટ્રોલના ભાવમાં 80 પૈસા અને ડીઝલમાં 70 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, 30 માર્ચે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો અને 31 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. તો પહેલી એપ્રિલે કોઈ ફેરફાર થયો ન હતો.