Friday, March 24, 2023

અદાણીને FPOના સફળ થવાનો ભરોસો, સેબી, અન્ય નિયમન સંસ્થાઓ વેચવાલીની કરી રહી છે તપાસ

સૌથી અમીર એશિયાઈ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના સમૂહે રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યૂએસ-બેઝ હિંડનબર્ગના રિપોર્ટ બાદ પણ સમૂહના શેરમાં ઘટાડા છતાં તેના પ્રમુખ ફર્મના 20 હજાર કરોડ રૂપિયાની ફોલો-ઓન શેરનું વેચાણ થશે

by AdminH
Gautam Adani slips to 25th spot on global rich list; loses $50 billion in net worth

News Continuous Bureau | Mumbai

ગ્રુપના સીએફઓ જુગશિંદર સિંહે કહ્યું કે બજારમાં હંગામી અસ્થિરતાના કારણે તેઓ ઓફરિંગ પ્રાઈઝ કે સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં કરે. કારણ કે અદાણી ( Adani  ) એન્ટરપ્રાઈઝ લિમિટેડનો ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) રણનીતિક સંસ્થાગત રોકાણકારો માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. સમૂહ એરપોર્ટ, ખનન, માર્ગ, ન્યૂ એનર્જી અને ડેટા સેન્ટર જેવા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેવું છે.. જેના વ્યવસાયમાં ઝડપથી વધારાની અપાર સંભાવનાઓ છે.

હિંડનબર્ગના રિસર્ચના આરોપો બાદ અદાણી સમૂહની તમામ સાત કંપનીઓના શેરમાં છેલ્લા બે વ્યાવસાયિક સત્રોમાં ઝડપથી ઘટાડો થયો અને રોકાણકારોની 10.7 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું ધોવાણ થયું.

હિંડનબર્ગ રિસર્ચના એક અહેવાલમાં અદાણી સમૂહ પર ખુલ્લેઆમ શેરમાં ગડબડી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ વિવિધ કારોબાર સાથે જોડાયેલા અદાણી સમૂહની સૂચીબદ્ધ કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે.

સિંહે પીટીઆઈ-ભાષાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે સમૂહ હિંડનબર્ગ રિપોર્ટ પર એક વ્યાપક પ્રતિક્રિયા જાહેર કરશે અને સાથે જ દસ્તાવેજી પુરાવા પણ આપવામાં આવશે.

તેમણે કહ્યું કે “એ સ્પષ્ટ કરાશે કે કોઈ કોઈ રિસર્ચ નથી કરાયું અને ન તો તપાસ રિપોર્ટિંગ હતી. આ માત્ર જૂઠ્ઠાણુ જ નહીં માત્ર તથ્યોની નિરાધાર બયાની છે”

તેમણે દાવો કર્યો કે સમૂબ દ્વારા પહેલા સ્પષ્ટ કરાયેલી વાતોના માત્ર અધૂરા ભાગોને લઈને હિંડનબર્ગે જાણી જોઈને ખોટી વાતો ફેલાવી છે. સિંહે કહ્યું કે “તેમણે જાણી જોઈને ગેરમાર્ગે દોર્યા છે”

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે AELનો FPO સમયસર ચાલશે અને 31 જાન્યુઆરીના રોજ ઑફરના સમયગાળાના અંત સુધીમાં સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થઈ જશે. શુક્રવારે ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું શેર વેચાણ શરૂઆતના દિવસે માત્ર 1 ટકા સબસ્ક્રાઇબ થયું હતું. BSE પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, AELના 4.55 કરોડ શેરની ઓફર સામે, માત્ર 4.7 લાખ શેર સબસ્ક્રાઇબ થયા હતા. AEL તેના સેકન્ડરી સેલની ઓફર પ્રાઈસ કરતાં લગભગ 20 ટકા નીચો ગયો કારણ કે હિન્ડેનબર્ગ રિપોર્ટના પગલે ગ્રુપની તમામ સાત લિસ્ટેડ કંપનીઓએ પોઝિશન ડાઉનગ્રેડ કર્યું હતું. કંપની 3,112 થી 3,276 રૂપિયાની પ્રાઇસ બેન્ડમાં શેર વેચી રહી છે. શુક્રવારે BSE પર તેના શેરનો ભાવ 2,762.15 રૂપિયા પર બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો:  ચોંકાવનારા સમાચાર : ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કિશોર દાસની, પોલીસ અધિકારી દ્વારા ગોળી મારીને હત્યા

તેમણે કહ્યું, “બેંકરો અને રોકાણકારો સહિત અમારા તમામ હિતધારકોને FPOમાં સંપૂર્ણ વિશ્વાસ છે. અમે FPOની સફળતાને લઈ આશ્વસ્થ છીએ. અદાણી એન્ટરપ્રાઇઝે બુધવારે એન્કર રોકાણકારો પાસેથી 5 હજાર 985 કરોડ એકત્ર કર્યા હતા. જ્યારે ઓપન માર્કેટમાં સમાન શેર નીચા ભાવે ઉપલબ્ધ હોય ત્યારે રોકાણકાર શા માટે એફપીઓ લેશે તેવા સવાલના જવાબમાં સિંહે જણાવ્યું હતું કે AEL પાસે ખૂબ જ મર્યાદિત ફ્રી ફ્લોટ છે અને તેથી રિટેલ રોકાણકારો 50-100 શેર્સ શોધી રહ્યા છે. બજારમાંથી ખરીદી કરી શકે છે, વ્યૂહાત્મક સંસ્થાકીય રોકાણકારને તેની જરૂરિયાતના શેરનો હિસ્સો મળશે નહીં.

તેમણે કહ્યું કે, “એક સંસ્થાકીય રોકાણકાર કે જેઓ મોટા હોલ્ડિંગને પસંદ કરે છે, તે વિકલ્પ ઉપલબ્ધ નથી કારણ કે ત્યાં કોઈ ફ્રી ફ્લોટ નથી.” તેમણે ઉમેર્યું, “FPOનો એક પ્રાથમિક ઉદ્દેશ્ય શેરની તરલતા વધારવા અને ફ્રી ફ્લોટ વધારવાનો છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લાંબા ગાળાના વ્યૂહાત્મક સંસ્થાકીય રોકાણકારો માત્ર શેરના મૂલ્ય માટે AELમાં રોકાણ કરતા નથી. તેઓ ઇન્ક્યુબેટર તરીકે AELમાં રોકાણ કરી રહ્યા છે. AELનું મૂલ્ય એરપોર્ટના વ્યવસાયમાં, તે જે રોડ બિઝનેસ કરે છે તેમાં, તે કરી રહેલા નવા ઊર્જા પ્રોજેક્ટ્સમાં, ડેટા સેન્ટર બિઝનેસમાં અને માઇનિંગ બિઝનેસમાં વધુ રહે છે. આ તમામ વ્યવસાયો ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે. AEL પાસે હાલમાં હાઇડ્રોજન જેવા નવા વ્યવસાયો છે, જ્યાં ગૃપ આગામી 10 વર્ષમાં વેલ્યુ ચેઇનમાં USD 50 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેમાં એરપોર્ટ ઓપરેશન્સ, માઇનિંગ, ડેટા સેન્ટર્સ અને રસ્તાઓ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. મૂળભૂત રોકાણ પ્રોફાઇલ અને પરિપક્વતા પ્રાપ્ત કર્યા પછી આ વ્યવસાયોને 2025 અને 2028ની વચ્ચે ડીમર્જ કરવાની યોજના છે.

AELમાં રોકાણ કરનારા રોકાણકારોને પણ બિઝનેસ મળશે. તેઓ માને છે કે ભવિષ્ય ઉજ્વળ છે. આથી ટૂંકાગાળા માટે અસ્થિરતાના કારણે એરપોર્ટના વ્યવસાય મૂલ્ય, માર્ગ વ્યવસાય મૂલ્ય પર કોઈ ફરક નથી પડતો. નવી ઊર્જા ઉદ્યોગ અને ડેટા કેન્દ્રોના મૂલ્ય માટે જે રોકાણકારો લાંબી મુદતના સ્થિતિ ઈચ્છે છે તેના માટે એફપીઓ શ્રેષ્ઠ વિકલ્પ છે. સમૂહ હાઈડ્રોજનના સૌથી ઓછા ખર્ચાળ ઉત્પાદકોમાંથી એક બનવા માગે છે.. ભવિષ્યનું ઈંધણ જેમા શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ છે. આ સરકારી સેવાઓમાં આવતા વર્ષોમાં દેશમાં સૌથી મોટી સેવાનો આધાર બનવાના ઉદ્દેશ્ય સાથે પોતાના એરપોર્ટ કારોબારમાં પણ મોટો દાવ લગાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  ઝટપટ બેંકોના કામ પતાવી લ્યો, ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ હશે બેંકો બંધ

60 વર્ષીય અદાણીએ એક વેપારી તરીકે શરૂઆત કરી અને ઝડપથી વિવિધતાની હરીફાઈમાં રહ્યા, બંદર અને કોલસા ખનન પર કેન્દ્રીય એક સામ્રાજ્યનો વિસ્તાર કરતા એરપોર્ટ, ડેટા કેન્દ્ર અને સિમેન્ટની સાથે સાથે ગ્રીન એનર્જીને પણ સામેલ કરી. હવે તેઓ એક મીડિયા કંપનીના પણ માલિક છે સિંહે કહ્યું કે અનુવર્તી શેર વેચાણનો ઉદ્દેશ વધારે જથ્થો, ઉચ્ચ નેટવર્થ અને સંસ્થાગત રોકાણકારોને લાવીને શેરધારકના આધારને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યું કે આ ફ્રી ફ્લોટ વધારીને તરલતાની ચિંતાઓ પણ દૂર કરશે. તેમણે કહ્યું કે કંપની જથ્થાબંધ નિવેશકોની ભાગીદારી વધારવા માગે છે. અને એટલે જ તેમણે પાયાની બાબતોને પસંદ કરી છે. AEL પોતાના કેટલાક દેવા ઘટાડવા ઉપરાંત ગ્રીન હાઈડ્રોજન પરિયોજનાઓ, એરપોર્ટ સુવિધાઓ અને ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે માટે રકમનો ઉપયોગ કરશે.

શુક્રવારે રોકાણકારોને તેમના અનાત 2.29 કરોડ શેર સામે અંદાજે 4 લાખ શેરની મોટી બોલી લગાવી. જ્યારે યોગ્ય સંસ્થાગત ખરીદદારો (QIB)એ તેમના માટે અનામત 1.28 કરોડ શેર સામે માત્ર 2,656 શેરની માગ કરી. બિન સંસ્થાગત રોકાણકારોએ 96.16 લાખ શેરની ભલામણના બદલામા 60,456 શેર માગ્યા. એ આશાએ કે કંપની હિંડનબર્ગ રિપોર્ટ પર પ્રકાશ પાડશે. સિંહે કહ્યું કે સમૂહે એક રિપોર્ટ માટે 3 દિવસમાં એક વ્યાપક પ્રતિક્રિયા આપી છે જેને તૈયાર કરવા માટે કથિત રીતે 2 વર્ષ લાગ્યાં.

અમેરિકી ફર્મ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે ” અમે હવે એક ભાગ શોધ્યો છે જેમાં એવું છે કે આ રિપોર્ટ જુઠ્ઠાણુ છે. બીજો ભાગ ભારતીય શેરધારકો અને વ્યાવસાયિકોને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી છે. આ કાયદાકીય રીતે થશે. જેની સમીક્ષા કરીને તેના પર વિચાર કરાશે.

આ સમાચાર પણ વાંચો:  સોલાપુર: હાઈવે પર ફ્લાયઓવર પરથી પડી જતાં 12 કાળીયારનાં કમનસીબ મોત

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous