ખુશખબર / હવે ફક્ત 1199 રૂપિયામાં કરો હવાઈ સફર, સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ માટે ઓફર શરૂ

સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા પછી હવે ગો ફર્સ્ટ એરલાઈને પ્રજાસત્તાક દિને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટો પર વેચાણની જાહેરાત કરી છે. જાણો શું છે ઓફર્સ

by Dr. Mayur Parikh
Jet Airways Certificate: Jet, set and go? DGCA renews airport operator certificate of Jet Airways

News Continuous Bureau | Mumbai

Republic Day Flight Ticket 2023: દેશના એરલાઈન સેક્ટર (Airline Sector) સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. દેશની અગ્રણી એરલાઈન્સ (Airlines) કંપનીએ પ્રજાસત્તાક દિવસ (Republic Day 2023) ને ધ્યાનમાં રાખીને સસ્તી ટિકિટોની જાહેરાત કરી છે. સ્પાઈસજેટ (SpiceJet) અને એર ઈન્ડિયા (AirIndia) પછી હવે ગો ફર્સ્ટ (Go First) એરલાઈને પ્રજાસત્તાક દિને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટો પર વેચાણની જાહેરાત કરી છે. જાણો શું છે ઓફર્સ….

ગો ફર્સ્ટે આપી ઓફર

ગો ફર્સ્ટે રિપબ્લિક ડે સેલ 2023 શરૂ કર્યું છે. આ અંતર્ગત સસ્તી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ ટિકિટ આપવામાં આવી છે. એરલાઇન્સે 1,199 રૂપિયાથી શરૂ થતાં ડોમેસ્ટિક ફેર ઓફર કર્યા છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ભાડા 6,599 રૂપિયાથી શરૂ થશે. આ સેલ 23 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી, 2023 સુધી માન્ય રહેશે. તેમાં, તમે 12 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરી શકો છો.

પહેલા જાવો, અત્યારે બુક કરો

ગો ફર્સ્ટે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર રિપબ્લિક ડે સેલ વિશે જાણકારી આપી છે. GoFirst એ લખ્યું છે કે અમારી પાસે તમારા માટે ઘણી વધુ ઓફરો છે, આ સમયગાળા દરમિયાન તમારી ફ્લાઈટ ટિકિટ બુક કરી શકો છો અને ફ્રી કેન્સલેશન અને ફ્રી રિશેડ્યુલિંગની સુવિધા લઈ શકો છો. આવો ઈન્ડિયા, ચાલો સાથે જઈએ જ્યાં તમે પહેલા આવો છો, હમણાં જ બુક કરો!

આ સમાચાર પણ વાંચો:  છેલ્લું ગ્રાન્ડ સ્લેમ અને આંખોમાંથી આંસુ,ફાઇનલમાં હાર સાથે સાનિયા મિર્ઝાની ભાવુક વિદાય

એરલાઈને શું કહ્યું ?

ગો ફર્સ્ટ એરલાઈન કહે છે કે, મુસાફરી કરવી એ તમારો અધિકાર છે, અને અમે તેને સસ્તું બનાવવાની ખાતરી કરીશું. અમારા ગણતંત્ર દિવસના સેલ સાથે તમારા મનપસંદ સ્થળો પર જાઓ! એરલાઈને કહ્યું છે કે, અવિશ્વસનીય રીતે ઓછા ભાડા પર તમારી ફ્લાઈટ્સ બુક કરો, જે ફક્ત ₹1199* થી (ડોમેસ્ટિક ઓલ ઇન્ક્લુઝિવ) અને ₹6599* (આંતરરાષ્ટ્રીય તમામ સમાવેશી) થી શરૂ થાય છે.

SpiceJet એ આપી સેલ ઓફર

બીજી તરફ સ્પાઈસજેટે ગણતંત્ર દિવસની ટિકીટ સેલ ઓફરની જાહેરાત કરી છે. એરલાઇન્સ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર 26 % ડિસ્કાઉન્ટ આપી રહી છે. તમે આ ડિસ્કાઉન્ટ સાથે 1126 રૂપિયાથી શરૂ થતી ફ્લાઈટ ટિકિટ બુક કરાવી શકો છો. આ ફ્લાઈટ ટિકીટ કેટલીક ટ્રેનોની ફર્સ્ટ અને સેકેન્ડ ક્લાસની ટિકીટ કરતાં ઓછી છે. ફ્લાઈટ ટિકીટ પર આ ઓફર 24 જાન્યુઆરી 2023 થી 30 સપ્ટેમ્બર 2023 સુધીની છે.

આ સમાચાર પણ વાંચો:  રોકાણની તૈયારી / આ મોટી વિદેશી કંપનીમાં થશે રિલાયન્સની ભાગેદારી! મુકેશ અંબાણીનો આ છે મેગાપ્લાન

Air India એ પણ આપી હતી છૂટ

ટાટા ગ્રુપની એરલાઈન્સ એર ઈન્ડિયા (Air India) એ ડોમેસ્ટિક ફ્લાઈટ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. આ વર્ષની સૌથી સસ્તી ટિકિટની કિંમત રજૂ કરવામાં આવી છે અને આ ડિસ્કાઉન્ટ ઈકોનોમી ક્લાસ ટિકિટ પર આપવામાં આવી રહ્યું છે. ટિકિટ ડિસ્કાઉન્ટની યાદીમાં 49 થી વધુ શહેરો ઉમેરાયા છે. એર ઈન્ડિયા માત્ર 1705 રૂપિયાના પ્રારંભિક ભાવે હવાઈ મુસાફરી ઓફર કરી રહી છે.

ગો ફર્સ્ટની ટિકીટોને લઈ નિયમ અને શરત જુઓ

  • બુકિંગની મર્યાદા 23 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી 2023 સુધી
  • મુસાફરીનો સમયગાળો 12 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર 2023 સુધી
  • નો – શોના મામલામાં, કોઈ રિફંડ નહીં આપવામાં આવે
  • આ ઓફરને કોઈ અન્ય ઓફર સાથે જોડવામાં નહીં આવે અને તે ગ્રુપ બુકિંગ પર લાગૂ નહીં પડે

 

Join Our WhatsApp Community

You may also like