ભારતીય શેરબજારમાં એક ઐતિહાસિક પરિવર્તન થવા જઈ રહ્યું છે, જે દરેક રોકાણકારને જાણવું જોઈએ જે શેર ખરીદે છે અને વેચે છે. શેરબજારમાં આગામી 27 જાન્યુઆરીથી નવી સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. આ વ્યવસ્થા લાગુ થયા પછી સેટલમેન્ટની મુદ્દતમાં ઘટાડો થઈ જશે.
આ નવા નિયમથી ભારતીય ઇક્વિટી માર્કેટ હવે સંપૂર્ણપણે એક નાનકડી ટ્રાન્સફર સાઈકલમાં શિફ્ટ થશે. જેને T+1 સેટલમેન્ટ કહેવાય છે. શેરબજારની રેગ્યુલેટરી ઓથોરિટીએ આમાં ફેરફારને મંજૂરી આપી છે અને તમામ બ્રોકરેજ હાઉસને અંતિમ નોટિસ જારી કરી છે.
આ સમાચાર પણ વાંચો: ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે કોઈ VVIP નહીં, આ લોકો બેસશે પહેલી કતારમાં, જાણો શું છે ખાસ
T+1 સેટલમેન્ટ સિસ્ટમ રોકાણકારોને ફંડ અને શેરોમાં ઝડપથી રોલ કરીને વધારે ટ્રેડિંગ કરવાના વિકલ્પ આપશે. આ નિયમ અમલમાં આવ્યા બાદ સેલર અને બાયર્સના ખાતામાં વેપાર સમાપ્ત થયાના 24 કલાકમાં પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી મળશે. સરળ ભાષામાં કહીએ તો જો તમે તમારા પોર્ટફોલિયોમાં સામેલ શેરને વેચો છો તો 24 કલાકમાં તેના પૈસા તમારા ખાતામાં ક્રેડિટ થઈ જશે. તમામ લાર્જ-કેપ અને બ્લૂ-ચીપ કંપનીઓ 27 જાન્યુઆરીએ T+1 સિસ્ટમ પર સ્વિચ કરી જશે.
મહત્વનું છે કે હાલમાં, T+2 નો ઉપયોગ કોઈપણ ખરીદી અને વેચાણ કરવા માટે થાય છે, જેમાં સંપૂર્ણ સેટલમેન્ટ માટે 48 કલાક જેટલો સમય લાગે છે. શેરબજારમાં T+2નો નિયમ 2003થી લાગુ છે. 27 જાન્યુઆરી 2023થી હવે તેમાં બદલાવ થશે.
Join Our WhatsApp Community