News Continuous Bureau | Mumbai
Income Tax Notice: નાણાકીય વર્ષ 2022-23 સમાપ્ત થવાનો છે. આવી સ્થિતિમાં કરદાતાઓએ નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઈનકમ ટેક્સ ફાઈલ ( Income Tax Return ) કરવું પડશે. દેશની પ્રગતિમાં કરદાતાઓનો મોટો ફાળો રહે છે.
ઘણી વખત ટેક્સપેયર્સ ઈનકમ ટેક્સ રિટર્ન ( Income Tax Return ) માં ખોટી માહિતી આપી દે છે, જેના કારણે તેમને ઈનકમ ટેક્સ ( Income Tax )ની નોટિસ મળી જાય છે. જો તમે રિટર્ન ફાઈલ ( Income Tax Return ) કરતી વખતે ઈન્કમ ટેક્સની નોટિસથી બચવા માંગતા હોવ તો ITR ફાઈલ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જો તમારી સેલેરી ટેક્સ સ્લેબમાં આવે છે, તો તમારે ઈનકમ ટેક્સ ભરવો જરૂરી છે. ટેક્સ સ્લેબમાં સેલરી આવતી હોવા છતાં ઈનકમ ટેક્સ ફાઈલ ( Income Tax Return ) ન કરવા બદલ તમને ઈનકમ ટેક્સ નોટિસ મળી શકે છે.
જો તમારે આઇટીઆર ફાઇલ ( Income Tax Return ) કરતી વખતે TDS સામેલ કરવું જરૂરી છે. જો તમે TDSની ખોટી માહિતી ભરો છો, તો તમને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ( Income Tax Department ) તરફથી નોટિસ મળી શકે છે.
તેની સાથે, જો તમે તમારી ઈનકમ વિશે સાચી માહિતી નથી આપતા અને કોઈ અઘોષિત આવક છે, તો આવી સ્થિતિમાં તમને આઈટી વિભાગ તરફથી નોટિસ પણ મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : હવે આગળ શું? / ટાટા ગ્રુપની બિસ્લેરી સાથેની ડીલ અટકી! ભાગેદારી ખરીદવાને લઈ થઈ રહી હતી ચર્ચા
તેની સાથે, જો તમે સામાન્ય ટ્રાન્ઝેક્શન ને બદલે હાઈ વેલ્યૂનો વ્યવહાર કરો છો, તો ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ જારી કરી શકે છે.
જો તમે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે ખોટી વિગતો આપો છો, તો તમને નોટિસ પણ મળી શકે છે.
1 એપ્રિલથી નવા ફોર્મ આવશે
આવકવેરા વિભાગે વર્ષ 2023-24 માટે ITR ફોર્મ જારી કર્યું છે. આ ફોર્મ 1 એપ્રિલ, 2023 થી અમલમાં આવશે અને પહેલાંની જેમ સરળ રાખવામાં આવ્યા છે, જેથી કરદાતાઓને ફાઈલ કરવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. સામાન્ય રીતે ચોક્કસ નાણાકીય વર્ષ માટે ITR ફોર્મ માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં નોટિફાય કરવામાં આવે છે. આ રીતે આ વખતે ફોર્મની વહેલી સૂચનાને કારણે કરદાતાઓને પણ અનેક રીતે લાભ મળવાના છે.