News Continuous Bureau | Mumbai
ICICI બેંક લોન કૌભાંડ કેસમાં વીડિયોકોન ગ્રુપના સ્થાપક વેણુગોપાલ ધૂતને ( Venugopal Dhoot ) મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે વેણુગોપાલને એક લાખના બોન્ડ પર વચગાળાના જામીન ( interim bail ) આપ્યા છે. આ પહેલા બોમ્બે હાઈકોર્ટે ( Bombay High Court ) ICICIના પૂર્વ ચેરપર્સન ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન આપ્યા હતા. CBIએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વીડિયોકોન ગ્રૂપના સ્થાપકની ધરપકડ કરી હતી.
વેણુગોપાલે ધરપકડ સામે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પહેલા કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કહ્યું હતું કે ઈડી અને સીબીઆઈની તપાસમાં મોટો તફાવત છે. ED માત્ર મની લોન્ડરિંગ કેસની તપાસ કરે છે, જ્યારે CBI તપાસમાં કાવતરું, ભ્રષ્ટાચાર અને છેતરપિંડી સહિત અન્ય બાબતોને આવરી લેવામાં આવે છે. સીબીઆઈની તપાસને ઈડીની તપાસ સાથે સરખાવી શકાય નહીં.
આ સમાચાર પણ વાંચો: શિવસેનાના ગઢ ગણાતા આ જિલ્લામાં ઠાકરે-શિંદે જૂથ સામસામે, હવામાં થયું ફાયરિંગ.. જાણો શું સમગ્ર મામલો
શું છે મામલો?
CBIએ ICICI બેન્ક લોન ફ્રોડ કેસમાં ડિસેમ્બર 2022 માં ICICI બેન્કના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી. જે બાદ વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે જ્યારે ચંદા કોચર CEO પદ પર હતા ત્યારે ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3 હજાર 250 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોનને બાદમાં નોન-પરફોર્મિંગ એસેટમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. તેના બદલામાં વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતે ચંદાના પતિ દીપક કોચરની કંપની નુ રિન્યુએબલમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ કેસના કારણે ચંદા કોચરને બેંકના સીઈઓનું પદ છોડવું પડ્યું હતું.
Join Our WhatsApp Community