આગામી બજેટમાં સરકાર 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરી શકે છે, આગામી સામાન્ય ચૂંટણીથી પહેલા કેન્દ્રનું આ અંતિમ બજેટ હશે

CA વિમલ જૈન અનુસાર, વોલન્ટરી ઇનકમ ટેક્સ ફ્રેમવર્ક હેઠળ અત્યારે વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની આવક સંપૂર્ણપણે કરમુક્ત છે. વિવિધ ડિડક્શન બાદ 5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હોય છે. આગામી બજેટમાં સરકાર 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરી શકે છે.

by kalpana Verat
Rent-Free Home Norms:CBDT relaxes norms for rent-free homes provided by employers, take-home salary may increase

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકાર વોલન્ટરી ઇન્કમ ટેક્સ ફ્રેમવર્કમાં ફેરફાર કરવા માટે વિચારણા કરી રહી છે. વર્તમાન ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે. સરકારી સૂત્રોનુસાર PMO તે અંગે અંતિમ નિર્ણય લેશે, CA વિમલ જૈન અનુસાર, વોલન્ટરી ઇનકમ ટેક્સ ફ્રેમવર્ક હેઠળ અત્યારે વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની આવક સંપૂર્ણપણે કરમુક્ત છે. વિવિધ ડિડક્શન બાદ 5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હોય છે. આગામી બજેટમાં સરકાર 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરી શકે છે. આ લાભ મેળવવા માટે કરદાતાએ કોઇ રોકાણ કે અન્ય કોઇ ટેક્સમાં છૂટ આપતા ખર્ચને દર્શાવવાની જરૂરિયાત નહીં રહે. જો કોઇ કરદાતાની વાર્ષિક આવક રૂ.6 લાખ છે તો તેને સ્લેબના હિસાબે માત્ર રૂ.1 લાખ પર ટેક્સની ચૂકવણી કરવાની રહેશે. બે કારણથી સરકાર રાહત આપી શકેછે: આગામી સામાન્ય ચૂંટણીથી પહેલા કેન્દ્રનું આ અંતિમ બજેટ હશે. દરમિયાન, સરકાર કરદાતાને મોટી રાહત આપવા માટે વિચારી રહી છે. 

જે લોકોની વાર્ષિક આવક 5-7.50 લાખ રૂપિયા છે, તેઓને નવી સ્કીમ અંતર્ગત 10% આવકવેરો ચૂકવવાનો હોય છે. જૂની સ્કીમમાં અલગ અલગ કપાત બાદ ટેક્સનો દર 20% છે. અત્યારે કરદાતાએ તેમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. નિષ્ણાત અનુસાર નવી સ્કીમ વધુ આકર્ષક નથી કારણ કે તેમાં ઘરનું ભાડું તેમજ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ડિડક્શનની અનુમતિ નથી.

આ સમાચાર પણ વાંચો: ચોરી ઉપરસે સીના ચોરી.. સ્કૂટી ચાલકે કારને ટક્કર મારી, રોક્યો તો વૃદ્ધને ઢસડીને લઈ ગયો… જુઓ વિડિયો

Join Our WhatsApp Community

You may also like