ન્યુઝ કન્ટિન્યુઝ
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
લોકો કોરોના મહામારીમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. લોકોની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો જણાઈ રહ્યો છે. કોરોના મહામારીના પહેલાં એટલે કે 2019ની સાલમાં દશેરા સમય કરતાં પણ આ વર્ષે દશેરાના શુભ મુર્હૂતમાં વાહનો લેવાનું પ્રમાણ વધારે રહ્યું હતું. દશેરાના ૧૫ દિવસ પહેલાં જ ૨,૮૧૮ કાર અને ૫,0૩૪ બાઇકનું રજિસ્ટ્રેશન થયું હતું. આ તમામ લોકોએ દશેરાના દિવસે પોતાનાં વાહનોની ડિલિવરી લીધી હતી.
RTO ઑફિસના અધિકારીના કહેવા મુજબ છેલ્લાં બે વર્ષ કરતાં પણ આ વર્ષે દશેરામાં વાહનોનું વધુ વેચાણ થયું છે. છતાં કોરાનાની પહેલી લહેર બાદ કારની ખરીદીમાં ૧૩ ટકા અને ટૂ-વ્હીલરમાં ૩૯ ટકાનો ઘટાડો છે.
જોકે હરખાવા જેવી વાત એ છે કે ૨0૧૯ના દશેરાના સમય કરતાં આ વર્ષે કારના રજિસ્ટ્રેશનમાં ૩ ટકાનો વધારો થયો છે. આ વર્ષે દશેરામાં ૨,૮૧૮ કારનું રજિસ્ટ્રેશન થયું છે, એની સામે કોરોના મહામારી પહેલાં એટલે કે ૨0૧૯ની સાલમાં દશેરાના સમયમાં ૨,૭૨૪ કારનું રજિસ્ટ્રેશન થયું હતું. તો ૨૦૨૦ની સાલમાં ૩,૨૫૪ કારનું રજિસ્ટ્રેશન થયું હતુ.
મુસાફરી દરમિયાન ગીતો ગાતા હોય એવો એક વીડિયો વાયરલ થતાં, મળ્યા લાખો વ્યૂઝ; જુઓ વિડીયો અને જાણો વિગતે
આ વર્ષે દશેરા નિમિત્તે ૫,૦૩૪ બાઈકનું રજિસ્ટ્રેશન થયું છે, જયારે ૨૦૧૯ની સાલમાં ૭,૦૭૭ બાઈક રજિસ્ટર્ડ થઈ હતી.