ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑક્ટોબર, 2021
રવિવાર
જો તમે લાંબી મુસાફરી પર જઈ રહ્યા છો તો શક્ય છે કે તમે કાંઈ પ્રવૃત્તિ ન કરો તો કંટાળી જશો, પરંતુ ઘણી વખત લોકો તેમના કંટાળાને દૂર કરવા માટે અલગ અલગ રીતો અપનાવે છે. ઘણા લોકો તેમની મુસાફરી ગીતો સાંભળીને પસાર કરે છે, જ્યારે ઘણાં મૅગેઝિન અથવા ન્યૂઝ પેપર્સ વાંચે છે, પરંતુ જ્યારે તમે લાંબા રૂટની ફ્લાઇટમાં હાજર હોવ ત્યારે આવું કરવું મુશ્કેલ બની જાય છે. પરંતુ આજે આપણે જે ફ્લાઇટની વાત કરી રહ્યા છીએ એમાં લોકોને એટલી મજા આવી છે કે એનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો ફ્લાઇટમાં ગીતો ગાતા જોવા મળી રહ્યા છે. મહિલાએ બહુ જૂનું બૉલિવુડ ગીત 'સજ રહી ગલી મેરી મા…' ગાયું હતું. આ ગીત મોહમ્મદે ફિલ્મ 'કુંવારા બાપ'માં ગાયું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો મહિલા સાથે ખૂબ મસ્તી કરી રહ્યા છે અને આ ગીતને માણી રહ્યા છે.
લો બોલો, જૂની કાર લેવા ગયેલ, માણસ પરત લગ્ન કરીને આવ્યો, ત્યારબાદ જે ઘટના બની તે વાંચીને તમે હસી પડશો.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વધુ ને વધુ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ વીડિયો પર ટિપ્પણી કરીને અને ફ્લાઇટમાં તેમનો કંટાળો કેવી રીતે ઘટાડે છે તે જણાવતાં તેમના અનુભવો શૅર કરીને તેની પ્રશંસા પણ કરી છે. ઇન્સ્ટાગ્રામ યુઝર મોહમ્મદ મગદીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કર્યો છે. 22 સપ્ટેમ્બરના રોજ શૅર કરવામાં આવેલા આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે.