આખરે ટ્વિટરને મળી ગયા નવા સીઈઓ.. એલોન મસ્કે નવા CEOની કરી જાહેરાત, નામ જાણી તમે ચોંકી જશો…

શું તમે ક્યારેય એવી કંપનીમાં સીઈઓ જોયો છે જે માણસ ન હોય? અથવા તમે ક્યારેય કોઈ કૂતરાને કોઈ કંપનીનો CEO બનતા જોયો છે. જો નહીં, તો તમને જાણીને નવાઈ લાગશે કે એલોન મસ્કે એક કૂતરાને ટ્વિટરનો સીઈઓ બનાવ્યો છે.

by Dr. Mayur Parikh
Elon Musk's dog Floki takes over as Twitter CEO, sparks internet frenzy

News Continuous Bureau | Mumbai

શું તમે ક્યારેય એવી કંપનીમાં સીઈઓ જોયો છે જે માણસ ન હોય? અથવા તમે ક્યારેય કોઈ કૂતરાને કોઈ કંપનીનો CEO બનતા જોયો છે. જો નહીં, તો તમને જાણીને નવાઈ લાગશે કે એલોન મસ્કે એક કૂતરાને ટ્વિટરનો સીઈઓ બનાવ્યો છે. આ કૂતરો મસ્કનો પાલતુ કૂતરો છે, જેનું નામ ફ્લોકી છે. આ શિબા ઈનુ જાતિનો કૂતરો છે. પહેલા પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ હતા, પરંતુ મસ્ક ટ્વિટરના માલિક બન્યા બાદ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પરાગ અગ્રવાલને હટાવ્યા બાદ હવે આખરે ઈલોન મસ્કને ટ્વિટર માટે નવો CEO મળ્યો છે.

ફ્લોકી ટ્વિટરના નવા CEO બન્યા

ટ્વિટરના માલિક એલોન મસ્કને લાગે છે કે તેમનો કૂતરો ફ્લોકી અન્ય CEO કરતાં ઘણો સારો છે. અહીં તેનો સંદર્ભ સીધો પરાગ અગ્રવાલ તરફ છે. જણાવી દઈએ કે જ્યારે ઈલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું ત્યારે તેણે ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલને કાઢી મૂક્યા હતા. માત્ર અગ્રવાલ જ નહીં, પરંતુ મસ્કે ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. હવે મસ્કે તેના પાલતુ કૂતરા ફ્લોકીને ટ્વિટરના સીઈઓની ખુરશી પર બેસાડ્યો છે.

ટ્વિટરના સીઈઓ બનાવ્યા બાદ એલોન મસ્કે પોતાના કૂતરાનાં વખાણ કર્યા છે અને કહ્યું છે કે તે નંબરોની સાથે ખૂબ જ સારો છે અને તેની સ્ટાઈલ પણ અલગ છે. એલોન મસ્કની આ ટ્વીટને અત્યાર સુધીમાં લગભગ 20 હજાર લોકોએ લાઈક કરી છે અને 10.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. અન્ય એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટરના બોર્ડ ઓફ ડાયરેક્ટર ઇલોન મસ્ક છે, જોકે લોકો એલોન મસ્કના આ તમામ ટ્વિટને મજાકના રૂપમાં જોઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  એર ઈન્ડિયાએ કરી ઈતિહાસની સૌથી મોટી ડીલ: 250 વિમાન ખરીદવાની જાહેરાત કરી, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

એલોન ફ્લોકી વિશે શું લખ્યું?

એલોન મસ્કે સીઈઓની ખુરશી પર બેઠેલા તેમના કૂતરા ફ્લોકીની તસવીર શેર કરી છે. તસવીરમાં, ફ્લોકી બ્રાન્ડેડ બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે, જેના પર CEO લખેલું છે. ચિત્રમાં, ફ્લોકીની સામેના ટેબલ પર કેટલાક દસ્તાવેજો જોવા મળે છે, જેમાં ફ્લોકીના પંજાની પ્રિન્ટ અને ટ્વિટરનો લોગો પણ છે. ફ્લોકીની સામે એક નાનું લેપટોપ પણ છે, જેમાં ટ્વિટરનો લોગો બનાવવામાં આવ્યો છે. ઈલોન મસ્કએ ફ્લોકીની એક નહીં પરંતુ ત્રણ તસવીરો શેર કરી છે. પહેલા ટ્વીટમાં ફ્લોકી નામના ડોગનો ફોટો શેર કરતા એલોન મસ્કે લખ્યું, “ટ્વિટરના નવા સીઈઓ અદ્ભુત છે. પોતાના બીજા ટ્વિટમાં તેમણે શ્વાનના વખાણ કરતા લખ્યું કે, ‘તે બીજા માણસ કરતાં ઘણો સારો છે.’ મસ્કએ ફ્લોકીને નોકરી માટે વધુ યોગ્ય ગણાવ્યો છે. મસ્કે અન્ય એક ટ્વિટમાં ‘ફ્લોકી’ની સ્ટાઈલની પણ પ્રશંસા કરી છે. એટલું જ નહીં, મસ્કે ફ્લોકીને નંબર્સમાં પણ વધુ સારો ગણાવ્યો છે.

Join Our WhatsApp Community

You may also like