News Continuous Bureau | Mumbai
EPFO Pension: જો તમે પણ નોકરી કરતા હોવ અને તમારા પગારમાંથી તમારો ઈપીએફ (EPF) કાપવામાં આવે છે, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. લાંબા સમયથી ઈપીએસ (EPS) હેઠળ પગારદાર વર્ગને મળતા લઘુત્તમ માસિક પેન્શનમાં વધારો કરવાની માગ કરવામાં આવી રહી છે. હવે આ અંગેનું નવું અપડેટ એ છે કે ‘EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ’એ શ્રમ મંત્રાલયને લઘુત્તમ માસિક પેન્શન 1000 રૂપિયાથી વધારીને 7500 રૂપિયા કરવા 15 દિવસની નોટિસ આપી છે.
દેશવ્યાપી આંદોલનની ચેતવણી
સમિતિ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો માંગ નહીં સંતોષાય તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ-1995 એટલે કે ઈપીએસ-95 (EPS-95) નિવૃત્તિ ફંડ બોડી (retirement fund body) એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા ચલાવવામાં આવે છે. આ અંતર્ગત છ કરોડથી વધુ શેરધારકો અને 75 લાખ પેન્શનરો લાભાર્થી છે.
પેન્શનર્સની તબીબી સુવિધાઓ પણ મર્યાદિત
કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Bhupendra Yadav) ને લખેલા પત્રમાં સંઘર્ષ સમિતિએ જણાવ્યું છે કે ઈપીએસ (EPS-95) પેન્શનરોની પેન્શનની રકમ ઘણી ઓછી છે. આ ઉપરાંત તબીબી સુવિધા (Medicle Facilities) ઓ પણ મર્યાદિત છે. જેના કારણે પેન્શનરોનો મૃત્યુદર વધી રહ્યો છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો 15 દિવસમાં આ પેન્શનની રકમમાં વધારો જાહેર કરવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. આ અંતર્ગત રેલ અને રોડ ટ્રાન્સપોર્ટને રોકવા અને આમરણાંત ઉપવાસ જેવા પગલા ભરવાની ચેતવણી આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: આવક / દેશની GDP માં યુટ્યુબનું બમ્પર યોગદાન, આંકડા જાણી નહીં થાય ભરોસો
સમિતિએ નિયમિત અંતરાલ પર જાહેર કરાયેલા મોંઘવારી ભથ્થા સાથે લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા કરવાની માંગ કરી છે. તેની સાથે સમિતિએ 4 ઓક્ટોબર, 2016 અને 4 નવેમ્બર, 2022 ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર વાસ્તવિક પગાર પર પેન્શન ચૂકવવાની પણ માગ કરી છે.
Join Our WhatsApp Community