News Continuous Bureau | Mumbai
યુરોપ અને અમેરિકા અત્યારે મોંઘવારીની સમસ્યાથી ત્રસ્ત છે. હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ તમામ દેશોએ બજારમાંથી રોકડ પાછા ખેંચી લેવાનું નક્કી કર્યું છે. આ આર્થિક રણનીતિના ભાગરૂપે તમામ દેશોએ પોતાના વ્યાજદરમાં વધારો કર્યો છે.
કયા-કયા દેશોએ વ્યાજદર વધાર્યા?
બુધવાર અને ગુરુવારે એમ બે દિવસ દરમિયાન અમેરિકા, યુરોપિયન યુનિયન, ઇંગ્લેન્ડ, અને નોર્વે એ પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે.
ફેડરલ રિઝર્વના ચેરમેને શું ચેતવણી આપી છે?
પેટ્રોલ રિઝર્વના ચેરમેને ચેતવણી આપી છે કે વિકસિત દેશો મોંઘવારી ઘટાડે તે અત્યંત જરૂરી છે. તેમજ વહેલામાં વહેલી તકે તેના પર કાબૂ મેળવવો જોઈએ. આ માટે વર્ષ 2024 સુધી વ્યાજદરોમાં ઘટાડો થાય તેવી શક્યતા નથી.
આ સમાચાર પણ વાંચો: Share Market News : શેરબજારમાં ફરી ધબડકો. ખૂલતાની સાથે જ નીચે ગયું.
ભારત પર શું અસર પડશે?
વ્યાજ દર વધવાને કારણે ભારતમાં શેરબજાર પર સીધી અસર પડશે. શેરબજારમાં વિદેશી રોકાણકારો તેમજ ઈન્સ્ટીટ્યુશન નું રોકાણ ઓછું થવાની ભીતિ છે. જો આવું થશે તો શેર બજારમાં મંદીનો દોર જોવા મળશે.