News Continuous Bureau | Mumbai
બજારમાં મોટી સંખ્યામાં 500 અથવા 2000ની નકલી નોટ (Fake note) સર્ક્યુલેટ(Circulate) થઈ છે ત્યારે તમારી પાસે આવેલી નોટ અસલી છે કે નહીં તેની ખાતરી કરી લેજો. કારણ કે કેન્દ્ર સરકારે(Central Govt) નકલી નોટો અંગે સંસદમાં(Parliament) ઘણી ચોંકાવનારી માહિતી આપી છે.
સંસદમાં આવેલી માહિતીમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2018 અને 2020 વચ્ચે નકલી ચલણ(Fake currency) જપ્ત કરવામાં નોંધપાત્ર વધારો થયો છે.
2016 થી 2020 સુધીના ચાર વર્ષ દરમિયાન 2,000 રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. ભારતીય ચલણમાં(Indian currency) 2,000 રૂપિયાની નોટ દાખલ થયા બાદ 2016માં 2,000 રૂપિયાની 22,272 નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ 2017માં આ સંખ્યા વધીને 74,898 થઈ ગઈ હતી. તે પછી 2018માં 54,776 થઈ હતી. તો 2019માં 90,556 અને 2020માં 2,000 રૂપિયાની 2,44,834 નકલી જપ્ત કરવામાં આવી છે. નાણા રાજ્ય મંત્રીએ(Minister of State for Finance) NCRB ડેટાના આધારે સંસદમાં આ માહિતી આપી છે.
આ સમાચાર પણ વાંચો : ફરી એક વખત બજારમાં ચાંદીની રાખડીનું ચલણ આવ્યું- આ રેટ પર વેચાઈ રહી છે
નકલી નોટોના જથ્થાને ચકાસવા માટે ઉચ્ચ ગુણવત્તાની નેક ઈન્ડિયન કરન્સી નોટની તપાસ માટે નોડલ એજન્સીની(Nodal Agency) સ્થાપના કરવામાં આવી છે. ભારત અને બાંગ્લાદેશ(Bangladesh) વચ્ચે માહિતી શેર કરવા અને નકલી ચલણના દાણચોરોને ઓળખવા માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની(Joint Task Force) પણ રચના કરવામાં આવી છે, એમ મંત્રીએ જણાવ્યું હતું.