News Continuous Bureau | Mumbai
FedEx કોર્પ (NYSE: FDX)ની પેટાકંપની અને વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપની FedEx એક્સપ્રેસે ‘ફ્યુચર- ફિટ એસએમઇઃ અનલોકિંગ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી થ્રુ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન’ પર એસએમઇ કનેક્ટ સિરીઝની આઠમી આવૃત્તિ જાહેરાત કરી હતી. એસએમઇ કનેક્ટ સિરીઝ એસએમઇ માટે તેમનાં વેપાર ધંધામાં મૂલ્ય પ્રદાન કરે તેવી ઉકેલ કેન્દ્રી ચર્ચા માટે ઉદ્યોગ અને જે તે વિષય નિષ્ણાતો સાથે આદાનપ્રદાન કરવા માટેનું થોટ લીડરશીપ અને નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે. જે ઉદ્યોગ અને વિષયના નિષ્ણાતો સાથે ઉકેલ-કેન્દ્રિત ચર્ચાઓ દર્શાવે છે જે તેમના વ્યવસાય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
FedEx SME કનેક્ટની વર્તમાન આવૃત્તિ એસએમઇનાં વેપારની સફળતા માટે મહત્વપૂર્ણ ડિજિટલ ક્ષમતાઓને વધારવા માટે એસએમઇની જરૂરિયાતો પર ફોકસ કરે છે. આ સેશન એ બાબત પર ભાર મૂકે છે કે કઈ રીતે એસએમઇ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા હેતુ આધારિત બિઝનેસ મોડલનું નિર્માણ કરી શકે છે, સંક્રમણનાં તબક્કામાં પડકારોનો સામનો કરી શકે છે. આ ઉપરાંત, વેપારને વૈશ્વિક ધોરણે લઈ જવા માટે કયા સાધનો ઉપયોગમાં લેવા અને સેક્ટર પર કેન્દ્રીય બજેટની જાહેરાતોની અસરને સમજવાની તક પણ મળશે.
સલિલ ચારી, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ, માર્કેટિંગ અને કસ્ટમર એક્સપિરિયન્સ- AMEA, FedEx Express, એ જણાવ્યું હતું કે, “બદલાતા જતા બિઝનેસ વાતાવરણમાં ટકી રહેવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી અવગત રહેવું અનિવાર્ય બની ગયું છે. ડિજિટલાઇઝેશન અપનાવવાથી એસએમઇ માટે તેમનાં ગ્રાહકોની સંખ્યા વધારવાનાં દરવાજા ખુલે છે અને બજાર હાજરી મજબૂત બને છે. FedEx એસએમઇ કનેક્ટ સિરિઝની આઠમી આવૃત્તિ દ્વારા અમે એસએમઇને ડિજિટલમાં પ્રવેશવા માટે માર્ગદર્શન, ટુલ્સ અને સંસાધનો દ્વારા સશક્ત કરવા માંગીએ છીએ અને તેમનો બિઝનેસ વૈશ્વિક તકોનો લાભ ઉઠાવી શકે તે માટે નવી ડિજિટલ ક્ષમતા પૂરી પાડવા માંગીએ છીએ.”
મહત્વનું છે કે કોરોના મહામારીને કારણે એડવાન્સ્ડ ટેકનોલોજીનો ઉપયોગ વધી ગયો છે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થયું છે અને ઓટોમેશનનું પ્રમાણ વધ્યું છે. તાજેતરના આર્થિક સર્વે 2023માં જણાવવામાં આવ્યું છે કે ઇ-કોમર્સ અને ઇ-પ્રોક્યોરમેન્ટ જેવાં એમએસએમઇ દ્વારા ડિજિટલ સોલ્યુશન્સ અપનાવવાનું પ્રમાણ વધ્યું છે, તેમની આવક અને માર્જિનમાં વધારો થવાની સંભાવના છે, તેઓ નવા બજારોમાં સરળતાથી પ્રવેશ કરી શક્યાં છે અને ગ્રાહકો મળ્યાં છે. જો કે ડિજિટાઇઝેશન થી લાભ અને તકો હોવા છતાં એવાં અનેક એસએમઇ છે જેમણે હજુ ડિજિટલાઇઝેશન નથી અપનાવ્યું.
એપ્રિલ 2023માં FedExએ તેની 50મી જયંતી ઉજવી હતી અને આટલાં સમયમાં FedEx નાના અને મધ્યમ વેપારી સમુદાયને ખુબ મદદ કરી છે. અમારી પાસે સંખ્યાબંધ ડિજિટલ સોલ્યુશન્સ છે, જેનાંથી બિઝનેસ અને ગ્રાહકો માટે શિપિંગ સરળ બની જાય છે. એસએમઇને વૈશ્વિક બજારમાં સ્થાન આપવામાં મદદ કરવા FedEx FedEx શિપ મેનેજર™ જેવા ઓટોમેટેડ ટુલ્સ પૂરાં પાડે છે, જેને કારણે તેઓ જરૂરી ફોર્મ મેળવી શકે છે, શિપિંગ લેબલ, બનાવી શકે છે અને એડ્રેસ તથા કોમોડિટીઝનાં સ્ટોર્ડ ડેટાબેઝ તથા ઓરિજિનલ્સ સાથે ઇલેક્ટ્રોનિકનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટેશન કરી શકે છે. આને કારણે બિઝનેસ એકમ કસ્ટમ્સ ડોક્યુમેન્ટેશનને ડિજિટલી અપલોડ અને સબમિટ કરી શકે છે.
જાણો FedEx Express અંગે
FedEx Express is the world’s largest express transportation company, providing fast and reliable delivery to more than 220 countries and territories. FedEx Express uses a global air-and-ground network to speed the delivery of time-sensitive shipments by a definite time and date.
Join Our WhatsApp Community