News Continuous Bureau | Mumbai
LIC Unclaimed Amount: જો તમે પણ એલઆઈસી ( Life Insurance Corporation of India – LIC ) ના ગ્રાહક છો અને તમારા પેન્ડિંગ ક્લેમ અથવા રકમની તપાસ કરવા માંગો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અહીં અમે તમને એવી સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે પેન્ડિંગ ક્લેમ અથવા રકમ સરળતાથી ચેક કરી શકો છો. એવા ઘણા ગ્રાહકો છે જેમણે ભારતીય જીવન વીમા નિગમની પોલિસી લીધી છે પરંતુ કેટલાક કારણોસર તેઓ સમયસર તેનો ક્લેમ કરી શકતા નથી.
જાણો LIC પર તમારી અનક્લેમ અમાઉન્ટ
- નોંધનીય છે કે એલઆઈસી તેના ગ્રાહકોને આ સુવિધા પૂરી પાડે છે કે તેઓ એલઆઈસીની વેબસાઈટ પર જઈને પેન્ડિંગ ક્લેમ અથવા પેન્ડિંગ બેલેન્સ રકમની વિગતો સરળતાથી ચકાસી શકે છે.
- તેના માટે તમારે સૌથી પહેલા LICની ઓફિશિયલ વેબસાઇટ licindia.in પર જવું પડશે.
- હવે એલઆઈસીની વેબસાઈટ પર જો તમારે પોલિસી નંબર, પોલિસીધારકનું નામ, જન્મ તારીખ અને પાન કાર્ડ નંબરની માહિતી ચોક્કસ સ્થળોએ ભરવાની હોય છે.
- તેના પછી તમને તમારા બાકી દાવા અને બાકી રકમની તપાસ કરવાની સુવિધા મળી જશે.
આ સમાચાર પણ વાંચો : Malad Fire: મુંબઈમાં મલાડની બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી આગ, યુવતીએ બાલ્કનીમાંથી કૂદીને બચાવ્યો જીવ, જુઓ વીડિયો..
- આવી રીતે જાણો બાકીની રકમ
- 1. તેના માટે તમે સૌથી પહેલા LIC ની વેબસાઈટના હોમ પેજ પર જાવ
- 2. હવે પેજના સૌથી નીચેવાળા ભાગમાં લિંકને શોધો
- 3. જો તે શોધવામાં તમને મુશ્કેલી આવી રહી છે તો
- https://customer.onlinelic.in/LICEPS/portlets/visitor/unclaimedPolicyDue… પર ક્લિક કરો
- હવે અહીં તમારી ડિટેલ ભરીને ચેક કરી લો
એલઆઈસીમાં કરો સંપર્ક
જો તમે અહીં આપેલી પદ્ધતિઓ દ્વારા તમારી રકમ ચેક કરી શકતા નથી, તો LIC ઓફિસનો સંપર્ક કરો. ત્યાં તમારે તમારી પેન્ડિંગ રકમ માટે અરજી આપવી પડશે. તેના પછી LI તરફથી KYC વગેરે પૂર્ણ કર્યા પછી અનક્લેમ રકમની ચુકવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધ્યાનમાં રાખો કે એલઆઈસી કેવાયસી વિના બાકી રકમ જારી નથી કરતી.
આ સમાચાર પણ વાંચો : Vivah Muhurat 2023: આ છે વર્ષ 2023 માટે લગ્નનો શુભ સમય, તારીખ પસંદ કરીને લગ્નની તૈયારી કરો
Join Our WhatsApp Community