News Continuous Bureau | Mumbai
સ્થાપક વેણુગોપાલ ધૂતને લોન ફ્રોડમાં ( ICICI Bank fraud case ) વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈની વિશેષ અદાલતે ( Videocon Group founder ) વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતની ( Venugopal Dhoot’s plea ) અરજી ફગાવી ( rejected ) દીધી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે CBI દ્વારા ICICI બેંકના ભૂતપૂર્વ CEO અને MD ચંદા કોચરની કથિત લોન ફ્રોડ કેસમાં ધરપકડ ગેરકાયદેસર છે. આ ઉપરાંત કોર્ટે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની તેમને ઘરનું ભોજન, પલંગ, ગાદલું અને ખુરશીઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાની અરજી પણ ફગાવી દીધી હતી. કોર્ટે જેલ સત્તાવાળાઓને મેડિકલ ઓફિસર સાથે પરામર્શ કરીને ભોજન આપવાનો નિર્દેશ આપ્યો હતો. મહત્વનું છે કે કોચરની સીબીઆઈ દ્વારા 23 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ધૂતની ત્રણ દિવસ પછી ધરપકડ કરવામાં આવી હતી. હાલ ત્રણેય જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ધૂતે તેની ધરપકડને ગેરકાયદેસર હોવાનો દાવો કરીને આ મામલે તેની તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી. ધૂતના વકિલે ધરપકડ ગેરકાયદે હોવાનો દાવો કરીને દલીલ કરી હતી કે તપાસ અધિકારીએ કોચર દંપતીની ધરપકડ બાદ દબાણમાં આવીને ધૂતની ધરપકડ કરી છે. પહેલા રિમાન્ડની સુનાવણીમાં કોચરના વકિલે સવાલ કર્યો હતો કે ધૂતની હજી ધરપકડ કેમ નથી થઈ. કોચરને ભય હતો કે ધૂત માફીના સાક્ષી બની જશે. કોચરના વકિલે ખાતરી કરી હતી કે ધૂતની ધરપકડ થઈ નથી એ બાબત રિમાન્ડમાં રેકોર્ડ પર આવે, જેને લીધે તપાસ અધિકારી પર ધૂતની ધરપકડનું દબાણ લવાયું હતું. જોકે કોર્ટે ધૂતની દલીલમાં તથ્ય નહોવનું જણાવીને અરજી ફગાવી હતી.
આ સમાચાર પણ વાંચો : સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી વધારો, ખરીદી પહેલા જાણો લેટેસ્ટ રેટ
નોંધનીય છે કે CBIએ વર્ષ 2019માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ગુનાહિત ષડયંત્ર સહિત ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ FIR નોંધી હતી જેમાં ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂત સહિત NuPower Renewables (NRL), સુપ્રીમ એનર્જી, દીપક ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા સંચાલિત વીડિયોકોન અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા.
સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે આઈસીઆઈસીઆઈ બેંકે બેંક રેગ્યુલેશન એક્ટ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને વીડિયોકોન જૂથની કંપનીઓને રૂ. 3,250 કરોડની લોન મંજૂર કરી હતી. કથિત રીતે, બદલામાં, ધૂતે 2010 થી 2012 વચ્ચે દીપક કોચરની કંપનીમાં 64 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : લિથિયમની કિંમતમાં ઘટડો થતા હવે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકશે, લિથિયમની કિંમત 25% સુધી ઘટી શકે
Join Our WhatsApp Community