News Continuous Bureau | Mumbai
ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL)એ આજે ગાંધીનગરમાં તાજ બ્રાન્ડેડ રિસોર્ટ અને સ્પા સાથે પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. આ બ્રાઉનફિલ્ડ રિસોર્ટ વર્ષ 2023ની શરૂઆતમાં ખુલશે. આ પ્રસંગે IHCLનાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પુનીત છટવાલે કહ્યું હતું કે, “IHCL કેટલાંક સ્થાનોને વિકસાવવામાં એના પથપ્રદર્શક પ્રયાસો કરવા માટે પ્રસિદ્ધ છે. રિસોર્ટ અમદાવાદ અને ગાંધીનગર એમ બંનેથી નજીકમાં સ્થિત છે, જે ગુજરાત રાજ્યમાં નવી ટૂરિસ્ટ સર્કિટ ઊભી કરશે. વેલનેસ ટ્રાવેલ માર્કેટમાં વધારો થવાની સાથે આ રિસોર્ટ પોતાના પ્રસિદ્ધ અને એવોર્ડ-વિજેતા જિવા સ્પા દ્વારા વેલનેસ સાથે સંબંધિત તમામ વધતી જરૂરિયાતો પૂર્ણ કરવાની સારી સ્થિતિમાં છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “IHCLને સંકલ્પ ગ્રૂપ સાથે એક વાર ફરી જોડાણ કરવાની ખુશી છે.” 118 કી કે રૂમ ધરાવતા વિશાળ રિસોર્ટની ખાસિયત હશે – સંપૂર્ણ સેવાઓ સાથે જિવા સ્પા. જિવાના મૂળિયા ભારતની સમૃદ્ધ અને પ્રાચીન વેલનેસ પરંપરાઓમાં રહ્યાં છે, જે યોગા અને ધ્યાન સહિત સર્વાંગી પ્રોગ્રામ ઓફર કરે છે. સ્પાની સુવિધાઓમાં આઠ ટ્રીટમેન્ટ રૂમ, રિલેક્સેશન લોંજ, સેન્સરી લોંજ, સ્પા કાફે, મેડિટેશન રૂમ, સૉના અને સ્ટીમ, તુર્કીશ હમ્મામ, સ્વિમિંગ પૂલ અને ફિટનેસ સેન્ટર સામેલ હશે. રિસોર્ટ આખો દિવસ ડિનર, સ્પેશિયાલ્ટી રેસ્ટોરાં અને લોબી લોંજ પણ ધરાવશે. 400 ચોરસ મીટરનો વિશાળ બેન્ક્વેટ હોલ અને 8,000 ચોરસ મીટરની હરિયાળી ગ્રીન લૉન કોન્ફરન્સ અને સામાજિક કાર્યક્રમો માટે આદર્શ છે.
આ સમાચાર પણ વાંચો : ના ઘોડો ના ગાડી, જાનમાં જોડ્યું JCB!, આગળના પાવડામાં બેસી વહુ લેવા ગયો વરરાજા.. જુઓ વાયરલ વિડીયો
સંકલ્પના ડિરેક્ટર ડો. કૈલાશ આર ગોએન્કાએ કહ્યું હતું કે,“આ રિસોર્ટ લક્ઝરી વેલનેસ માટે રાજ્યમાં દબાયેલી માગને ઝડપશે. અમદાવાદમાં તાજ સ્કાયલાઇનના સફળ લોંચ પછી અમને IHCL સાથે એક વાર ફરી ખભેખભો મિલાવીને કામ કરવાની ખુશી છે.”
ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર સાંસ્કૃતિક વારસા, ઇતિહાસ અને સંસ્કૃતિનો સમન્વય ધરાવે છે તથા રાજધાનીમાં ‘અક્ષરધામ’ જેવા આધ્યાત્મિક મહત્વપૂર્ણ સ્થાનો સ્થિત છે. આ હોટેલના ઉમેરા સાથે IHCL ગુજરાતમાં તાજ, સિલેક્યુશન્સ, વિવાન્તા અને જિન્જર બ્રાન્ડની 21 હોટેલ ધરાવશે, જેમાં પાંચ નિર્માણાધિન છે.
Join Our WhatsApp Community