News Continuous Bureau | Mumbai
આજકાલ ટેલીકોમ કંપનીઓ જેમ કે એરટેલ, વોડાફોન-આઈડિયા અને જિયો સહિત તમામ ટેલિકોમ કંપનીઓના રિચાર્જની કિંમત સતત વધી રહી છે. જેના કારણે સામાન્ય લોકો માટે મોબાઈલમાં બે-બે સિમ રાખવા લગભગ અશક્ય થઇ રહ્યા છે. તાજેતરમાં, એરટેલ દ્વારા 99 રૂપિયાનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન બંધ કરવામાં આવ્યો છે. એરટેલનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 155 રૂપિયામાં આવે છે. હવે TRAI આ સમસ્યાનો ઉપાય લાવી રહી છે અને તે લોકોને ફાયદો થાય તેવો પ્લાન લાવવાની તૈયારી કરી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ડ્યુઅલ સિમ યુઝર્સ માટે માત્ર ઇનકમિંગ અને એસએમએસ પ્લાન લોન્ચ કરી શકે છે. એટલે કે આ પ્લાન્સમાં માત્ર ઇનકમિંગ કોલ અને એસએમએસની સુવિધા ઉપલબ્ધ હશે. આ તે વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ રહેશે જેઓ ડ્યુઅલ સિમ એક્ટિવ રાખવા માંગે છે. આ સાથે બીજા સિમનું રિચાર્જ અડધુ થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : રવિવારે બહાર ફરવા જવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ
જોકે, ટેલિકોમ કંપનીઓને સરકારની આ યોજના પસંદ નથી આવી રહી. સરકારનું માનવું છે કે તાજેતરના સમયમાં દેશની મોટાભાગની વસ્તી અફોર્ડેબલ પ્રાઈસમાં મોબાઈલ ટેરિફની સુવિધાનો લાભ ઉઠાવી શકતી નથી. એવામાં સરકાર તરફથી ટેલિકોમ કંપનીઓની સામે ઓછી કિંમતમાં કોલ અને એસએમએસ ઓનલી પ્લાનનો વિચાર રજૂ કરાયો છે. તેનાથી નવા યૂઝર્સને ઉમેરવામાં મદદ મળશે.
દરમિયાન ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓ જેમ કે જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાનું કહેવું છે કે, આ પ્રકારના પ્લાનથી એવરેજ રેવન્યુ પર યૂઝર એટલે કે ARPUને વધારવામાં મદદ નહીં મળે. ટેલિકોમ ફર્મ મુજબ, ઈનકમિંગ હોય કે આઉટગોઇંગ, નેટવર્કનો ઉપયોગ બંનેમાં થશે. તેનાથી ટેલિકોમ સેક્ટરના રિસોર્સનો ઉપયોગ થશે. જ્યારે કે તેના બદલામાં કમાણી ઓછી થશે જે ટેલિકોમ કંપનીઓને નુકસાન પહોંચાડી શકે છે.
Join Our WhatsApp Community