News Continuous Bureau | Mumbai
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ફરી એક વખત મોટી કાર્યવાહી કરી છે. દેશની 5 નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFC)ના સર્ટિફિકેટ ઓફ રજીસ્ટ્રેશનને ડિજિટલ લોન ઑપરેશન્સમાં(Certificate of Registration to Digital Loan Operations) આઉટસોર્સિંગ(Outsourcing) અને વાજબી વ્યવહારને લગતા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રદ કરવામાં આવ્યું છે.
UMB સિક્યોરિટીઝ લિમિટેડ, અનશ્રી ફિનવેસ્ટ(Anashri Finvest), ચઢ્ઢા ફાઇનાન્સ(Chadha Finance), એલેક્સી ટ્રેકોન(Alexi Trecon) અને ઝુરિયા ફાઈનાન્શિયલ સર્વિસિસ(Zuria Financial Services)ના નોંધણી પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. RBIના જણાવ્યા મુજબ થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ(Third party applications) દ્વારા હાથ ધરવામાં આવતી તેમની ડિજિટલ લોન(Digital loan) કામગીરીમાં આઉટસોર્સિંગ અને વાજબી પ્રેક્ટિસના નિયમનકારી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ પાંચ NBFCના સર્ટિફિકેટ ઑફ રજીસ્ટ્રેશનને(Certificate of Registration) રદ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : સામાન્ય જનતા પર બોજો વધશે, સરકારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ન્યૂનતમ દર વધાર્યો… આ તારીખથી આવશે અમલમાં..
RBIના કહેવા મુજબ આ કંપનીઓ ઊંચા વ્યાજ દરો પર પ્રતિબંધને લગતા વર્તમાન નિયમોનું પાલન કરી રહી નથી અને લોન વસૂલવા માટે ગ્રાહકોને હેરાન કરી રહી છે. RBIએ તાજેતરમાં અભુજય સહકારી બેંક પર સંખ્યાબંધ સૂચનાઓનું પાલન ન કરવા તેમજ એનપીએ સંબંધિત નિયમોમાં ભૂલો બદલ રૂ. 58 લાખનો દંડ ફટકાર્યો હતો. RBIએ ચાર સહકારી બેંકોને રેગ્યુલેટરી કમ્પ્લાઈન્સ એરર માટે કુલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.