News Continuous Bureau | Mumbai
Reserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) એ બે નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFC) સામે કડક પગલાં લીધા છે. આરબીઆઈ (RBI) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પુણે સ્થિત કુડોસ ફાયનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ ( Kudos Finance and Investments Pvt Ltd) અને મુંબઇ સ્થિત ક્રેડિટ ગેટ પ્રાઇવેટ લિમિટેડ (Credit Gate Pvt Ltd.) નું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. બંને NBFC ધિરાણમાં નિયમનકારી ક્ષતિઓમાં સામેલ હતા.
નોંધણીનું પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું છે
રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (CoR) રદ થયા પછી, બંને એનબીએફસી (NBFCs) નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન્સ (NBFIs) નો વ્યવસાય કરી શકશે નહીં. સેન્ટ્રલ બેંકે જણાવ્યું, ‘… NBFC નું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યું છે. થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ડિજિટલ લોન ઓપરેશનના કામમાં આઉટસોર્સિંગ અને વાજબી વ્યવહારની પ્રવૃત્તિઓ પર આરબીઆઈની માર્ગદર્શિકાના ઉલ્લંઘનને કારણે નોંધણી રદ કરવામાં આવી છે.
ગ્રાહકોને અનુચિત ઉત્પીડન કર્યું હતું
આરબીઆઈ મુજબ, ઉપરોક્ત બે એનબીએફસી વધુ વ્યાજ વસૂલવા અંગેના પ્રવર્તમાન નિયમોનું પણ પાલન કરી રહ્યાં નથી. આ સાથે લોનની વસુલાત બાબતે ગ્રાહકોને અયોગ્ય હેરાનગતિ કરવામાં આવી હતી. ફેબ્રુઆરીની શરૂઆતમાં, RBI એ ક્રેજીબી સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ (Krazybee Services Pvt Ltd) પર 42.48 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ક્રેઝીબીના રિકવરી એજન્ટ દ્વારા લોન વસૂલતી વખતે ગ્રાહકોને હેરાન કરવાનો મામલો સામે આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: શરદ પવારની પરવાનગી સાથે સવારે શપથ લેવાનો પ્લાન થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો ખુલાસો
સામાન્ય લોકો પર કેવી અસર થશે ?
Kudos Finance, Credit Gate અથવા બંને NBFC શ્રેણીની કંપનીઓ છે, જે લોકોને લોન આપે છે અને સાથે જ નાનું – મોટું રોકાણ પણ લે છે. જો લોકોએ તેમા રોકાણ કરીને રાખ્યું છે, તો તેમને પોતાનું રોકાણ ઉપાડવામાં સમસ્યા આવશે, પરંતુ હોમ લોન લેનારા લોકોને વધારાનો સમય અને સુવિધા મળશે. તેઓ તેમની લોન નિયમો મુજબ જમા કરી શકશે.
Join Our WhatsApp Community