News Continuous Bureau | Mumbai
રિઝર્વ બેંકે આજે મોનેટરી પોલિસીની જાહેરાત કરી છે. જેમાં સતત છઠ્ઠી વખત રિપોર્ટમાં 0.35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે હવે રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો છે. તેનાથી કાર લોન, હોમ લોન સહિત તમામ લોનની EMI વધી જશે.
મહત્વનું છે કે RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં નાણાકીય નીતિ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શક્તિકાંત દાસે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જાણકારી આપી. બુધવારે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં કરાયેલા વધારાને કારણે રિઝર્વ બેંક દ્વારા સતત છઠ્ઠી વખત દરમાં વધારો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે મે 2022માં નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ત્યારથી, રેપો રેટમાં 2.50 ટકાનો વધારો થયો છે કારણ કે તેમાં 5 વખત વધારો કરવામાં આવ્યો છે.
RBI, દેશની સર્વોચ્ચ બેંક, અન્ય તમામ બેંકોને રેપો રેટના દરે લોન આપે છે. તેથી જો રેપો રેટ વધશે તો બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી લોનના વ્યાજ દરો વધશે. રેપો રેટ લોન લેનારના ખિસ્સા પર સીધી અસર કરે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ – BEST ઉપક્રમ ગુંદાવલી અને દહિસર મેટ્રો મુસાફરો માટે શરૂ કરશે નવી બસ સેવા, જાણો રૂટ અને અન્ય વિગતો..
રેપો રેટ શું છે?
રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો રિઝર્વ બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. રેપો રેટમાં વધારો એટલે બેંકોને રિઝર્વ બેંક તરફથી મળતા ધિરાણ દરમાં વધારો, જ્યારે રેપો રેટમાં ઘટાડો એટલે બેંકને સસ્તા નાણાં મળે છે. એટલે કે જો RBI રેપો રેટ વધારશે તો તમામ બેંકોએ ગ્રાહકોને પણ ધિરાણ દર વધારવો પડશે. જો રેપો રેટ ઘટે તો વ્યાજ દર ઘટે છે.
રિવર્સ રેપો રેટ શું છે?
રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચુકવે તે. સામાન્ય સંજોગોમાં આરબીઆઈ દેશમાં નાણાના પુરવઠાની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિવર્સ રેપો રેટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
Join Our WhatsApp Community