News Continuous Bureau | Mumbai
Reserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફોરેન કોન્ટ્રીબ્યુશન (Foreign Contribution) એક્ટથી સંબંધિત વ્યવહારો માટે એનઈએફટી (NEFT) અને આરટીજીએસ (RTGS) માં ફેરફાર કર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા એસબીઆઈ (SBI) ને વિદેશથી મોકલવામાં આવેલા રૂપિયા સહિત વિદેશી દાતાઓ વિશે દૈનિક ધોરણે અહેવાલ આપવા માટે કહ્યું, તે પછી આરબીઆઈ (RBI) એ આ પગલું લીધું છે. ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટ (FCRA) હેઠળ, વિદેશી દાન ફક્ત એસબીઆઈ (SBI) ની નવી દિલ્હીની મુખ્ય શાખાના એફસીઆરએ (FCRA) ખાતામાં આવવું જોઈએ.
ગૃહ મંત્રાલયની જરૂરિયાતો મુજબ કરવામાં આવ્યા બદલાવ
વિદેશી બેંકો તરફથી એફસીઆરએ (FCRA) એકાઉન્ટમાં યોગદાન સ્વિફ્ટ (Society for Worldwide Interbank Financial Telecommunication) અને ભારતીય બેંકો (Indian Banks) તરફથી એનઈએફટી (NEFT) અને આરટીજીએસ (RTGS) દ્વારા મોકલવામાં આવે છે. એક સર્ક્યુલરમાં આરબીઆઈ (RBI) એ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલય (MAH) ની હાલની જરૂરિયાતોના સંદર્ભમાં દાતાનું નામ, સરનામું, મૂળ દેશ, રકમ, ચલણ અને રેમિટન્સના હેતુ સહિત તમામ વિગત આ પ્રકારના વ્યવહારમાં દાખલ કરવી જરૂરી છે.
15 માર્ચથી લાગુ થશે નિયમ
એસબીઆઈ (SBI) એ દરરોજ આ અંગે ગૃહ મંત્રાલયને માહિતી આપવી પડશે. એનઈએફટી (NEFT) અને આરટીજીએસ (RTGS) સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે, એમ કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું. આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે. આરબીઆઈએ બેંકોને . એનઈએફટી (NEFT) અને આરટીજીએસ (RTGS) સિસ્ટમ દ્વારા SBIને વિદેશી દાન મોકલતી વખતે જરૂરી વિગતો મેળવવા માટે જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : 120W ચાર્જિંગ અને 64MP કેમેરા સાથે IQOO Neo 7 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
2014માં મોદી સરકારની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી ત્યારથી FCRA (Foreign Contribution Act) સંબંધિત નિયમો કડક કરવામાં આવ્યા છે. તેના હેઠળ, કાયદાની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ લગભગ 2,000 બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) ની એફસીઆર (Foreign Contribution Act) એ નોંધણી પણ રદ કરવામાં આવી છે.
Join Our WhatsApp Community