News Continuous Bureau | Mumbai
શુક્રવારે ખુલતાની સાથે જ સ્થાનિક શેરબજાર ( Share market ) તૂટી પડ્યું હતું. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ લગભગ 647.78 પોઈન્ટ તૂટ્યો હતો. હાલમાં તે 58,557.28 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 148 પોઈન્ટ ઘટીને 17743.95 પોઈન્ટ પર પહોંચી ગયો. બજારમાં અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપના શેરમાં 16 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ટાટા મોટર્સના શેરમાં છ ટકાનો ઉછાળો છે. આ અગાઉ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 38 પોઈન્ટ ઘટીને 60166, નિફ્ટી 15 પોઈન્ટ ઘટીને 17877 અને બેંક નિફ્ટી 265 પોઈન્ટ ઘટીને 41382ની સપાટીએ બંધ રહ્યો હતો. શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 9 પૈસા સુધરીને 81.52 પર પહોંચ્યો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO આજથી શરૂ થઈ રહ્યો છે. આ ઈતિહાસનો સૌથી મોટો FPO છે, આ FPOની કિંમત 20 હજાર કરોડ રૂપિયા છે. આ FPO 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ FPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 3112-3276 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : દાદરમાં રહેણાંક બિલ્ડીંગમાં લાગેલી આગ આખરે ચાર કલાક બાદ કાબૂમાં આવી, ફરી એક વખત બહુમાળી ઇમારતની સુરક્ષાનો મુદ્દો જાગ્યો
બીજી તરફ ત્રિમાસિક પરિણામો બાદ ટાટા મોટર્સના શેરમાં બમ્પર તેજી જોવા મળી રહી છે. આ શેરમાં લગભગ 7 ટકાનો ઉછાળો આવ્યો છે. ICICI બેન્ક, HDFC, HDFC બેન્ક અને એક્સિસ બેન્કના શેરમાં નબળાઈ જોવા મળી રહી છે. શુક્રવારે બજાજ ફાઇનાન્સ, વેદાંતા, ગ્લેનમાર્ક ફાર્મા અને આદિત્ય બિરલા સન લાઇફ જેવી કંપનીઓના પરિણામો આવશે.