News Continuous Bureau | Mumbai
મુંબઈના દાદર ઈસ્ટમાં રહેણાંક ઇમારતમાં લાગેલી આગ ચાર કલાક બાદ કાબૂમાં આવી છે. આગ બિલ્ડિંગના 42માં માળે લાગી હતી. ગુરુવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડના ભારે પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં કૂલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આર્થિક નુકસાન થયું છે.
પ્રાપ્ત જાણકાર મુજબ ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગ્યે મુંબઈના દાદર સ્ટેશનથી થોડે દૂર રહેણાંક બિલ્ડિંગના 42માં માળે આગ ફાટી નીકળી હતી. આ આગની જાણ થતા જ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ એપાર્ટમેન્ટમાંથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : સવાર સવારમાં મોટી દુર્ઘટના.. મુંબઈને અડીને આવેલા આ તાલુકામાં બે માળની ઈમારત થઇ ધરાશાયી, એકનું મોત.. જુઓ વિડીયો.
આગને પહેલા લેવલ 2 ની આગ જાહેર કરવામાં આવી હતી, જેને પછીથી લેવલ 4 જાહેર કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે બિલ્ડિંગમાં લાગેલી ફાયર સિસ્ટમ કામ કરી રહી નથી. તેમણે કહ્યું કે આગને કાબૂમાં લેવા માટે 16 ફાયર એન્જિન, 4 જમ્બો ટેન્કર અને 90 મીટર ઉંચી ક્રેન સહિત અન્ય સાધનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય એક એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર હતી. ચાર કલાકની અથાક મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. હાલમાં કૂલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
મુંબઈ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે આગ લાગી હતી
દરમિયાન મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ભાજપના ધારાસભ્ય કાલિદાસ કોલંબકરે આરોપ લગાવ્યો છે કે આ ઘટના મુંબઈ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે બની છે. “દાદર પૂર્વમાં આરએ રેસિડેન્સી બિલ્ડિંગના 42માં માળે રાત્રે લગભગ 8 વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ 42માં માળે હોવાથી તેને કાબૂમાં લેવામાં વધુ સમય લાગ્યો હતો. કારણ કે, ક્રેન એટલી ઊંચાઈ સુધી પહોંચી શકી ન હતી. તેથી ફાયરમેનોએ સીડી પરથી પાઈપ લઈને 42મા માળે જવું પડ્યું. આ મહાનગરપાલિકાની બેદરકારી છે. જો મુંબઈ મહાનગરપાલિકા 44 થી 55 માળની ઈમારતો બાંધવાની મંજૂરી આપે તો ફાયર બ્રિગેડને પણ એટલી જ તૈયારી કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા માટે તમામ સુવિધાઓ વિકસાવવાની જરૂર છે. એવું કાલિદાસ કોલંબકરનું કહેવું છે.
Join Our WhatsApp Community