News Continuous Bureau | Mumbai
Budget 2023: નાણાકીય વર્ષ 2023-24 માટે 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ રજૂ થનારા સામાન્ય બજેટ (budget) ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ પોતે અત્યાર સુધીમાં બજેટ પર આઠ રાઉન્ડની ચર્ચામાં ભાગ લીધો છે. નાણામંત્રીએ આગામી નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓને લઈને વિવિધ પક્ષો સાથે બેઠકો પૂર્ણ કરી છે. જો નાણા મંત્રાલય દ્વારા આ સૂચનોનો અમલ કરવામાં આવશે તો નોકરિયાત લોકોને સૌથી વધુ ફાયદો થશે.
બજેટને લઈ અલગ-અલગ સૂચનો આપવામાં આવ્યા
બજેટને લઈને આપવામાં આવેલા સૂચનોમાં પર્સનલ ઈનકમ ટેક્સ (Personal Income Tax) માં ઘટાડો, રોજગાર સર્જન માટે કાર્યક્રમો તૈયાર કરવા, ઈકોનોમીને વેગ આપવા માટે ખર્ચ વધારવા અને કેટલાક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા જેવા સૂચનો મળ્યા છે. બજેટ પર મંથનની શરૂઆત 21મી નવેમ્બરથી ઉદ્યોગ સાથેની બેઠક સાથે થયું હતું. તે 28 નવેમ્બરના રોજ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરીને સમાપ્ત થયું. નાણાકીય વર્ષ 2023-24નું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: રોકાણકારો થયા માલામાલ / આ પેની સ્ટોકે રોકાણકારોને આપ્યું બમ્પર રિટર્ન, 781 ટકા આપ્યું રિટર્ન
ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ઘટાડવાના સૂચન
નાણા મંત્રાલયની માહિતી મુજબ વિવિધ પ્રતિનિધિઓએ બજેટને લઈને ઘણા સૂચનો આપ્યા હતા. તેમાં રોજગારીની તકો વધારવા માટે શહેરી રોજગાર ગેરંટી કાર્યક્રમ લાવવાના સૂચનો, MSME ને મદદ કરવા માટે ગ્રીન સર્ટિફિકેશનની સિસ્ટમ અને આવકવેરાને તર્કસંગત બનાવવાનો સમાવેશ થાય છે. આ સિવાય સ્થાનિક પુરવઠા પ્રણાલીમાં સુધારો કરવા, ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ઘટાડવા, ગ્રીન હાઇડ્રોજન માટે ભારતને એક કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપવાનો ઉપાય સામેલ છે.
વિભિન્ન પક્ષોના 110થી વધુ પ્રતિનિધિ સામેલ
આ ઉપરાંત બાળકો માટે સામાજિક લાભો સંબંધિત યોજના, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને ESICના દાયરામાં લાવવા જેવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા. વિવિધ પક્ષોએ જાહેર ખર્ચ ચાલુ રાખવા, રાજકોષીય મજબૂતી અને કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો જેવા સૂચનો પણ આપ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે આઠ બેઠકોમાં સાત અલગ-અલગ પક્ષોના 110 થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સીતારમણે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ તૈયાર કરતી વખતે સૂચનોને કાળજીપૂર્વક વિચાર કરવામાં આવશે.
Join Our WhatsApp Community