News Continuous Bureau | Mumbai
Cyber Safety Tips: ઈન્ટરનેટના વધતા ઉપયોગ સાથે સાયબર ક્રાઈમના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારા બેંક એકાઉન્ટને છેતરપિંડી કરનારાઓથી સુરક્ષિત રાખવા માટે કેટલીક ટીપ્સનું પાલન કરવું જરૂરી છે.
આજે અમે કેટલીક સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેને ફોલો કરીને તમે તમારા એકાઉન્ટમાં જમા રૂપિયા સુરક્ષિત રાખી શકો છો. આવો જાણીએ તેના વિશે.
જો તમે રૂપિયાની લેવડ-દેવડ કરવા માટે પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરો છો, તો આવું કરવાનું ટાળો. આમ કરવાથી, તમારી માહિતી હેકર્સના હાથમાં આવી શકે છે.
તમારી અંગત વિગતો જેમ કે બેંક એકાઉન્ટ નંબર, નેટ બેન્કિંગ પાસવર્ડ, OTP, ATM PIN વગેરે કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળો.
પબ્લિક Wi-Fi તેમજ પબ્લિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું ટાળો. આ તમારી અંગત માહિતી ચોરી શકે છે.
ધ્યાનમાં રાખો કે તમારું નેટ બેંકનું કામ પૂર્ણ કર્યા પછી, તમારે તમારો વેબ બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ કરી દેવી ખૂબ જ જરૂરી છે. તેની સાથે તમારી બેન્કિંગ વિગતો સુરક્ષિત રહેશે.
આ સમાચાર પણ વાંચો: પલંગની અંદર રાખેલી આ 5 વસ્તુઓ બની જાય છે દુર્ભાગ્યનું કારણ, ખિસ્સા થઈ જાય છે ખાલી
જો કોઈ વ્યક્તિ તમને લકી ડ્રો, કેવાયસી વગેરેના નામ પર ફોન કરે છે અને પર્સનલ ડિટેલ્સ માગે છે, તો તેને આ માહિતી બિલકુલ ન આપો.
ધ્યાનમાં રાખો કે તમારું નેટ બેંકનું કામ પૂર્ણ કર્યા પછી, તમારે તમારો વેબ બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ કરવી ખૂબ જ જરૂરી છે. તેની સાથે તમારી બેન્કિંગ ડિટેલ સુરક્ષિત રહેશે.
ઉલ્લેખનીય છે કે જેમ જેમ ડિજિટલાઈજેશન વધી રહ્યું છે, તેમ તેમ ઓનલાઈન છેતરપિંડીના કેસો પણ સામે આવી રહ્યાં છે. આ અંગે બેંકો દ્વારા પણ સમયાંતરે ચેતવણી આપવામાં આવે છે. જેમ કે કોઈ અજાણી વ્યક્તિ સાથે તમારા એટીએમનું પિન શેર ન કરો, કોઈની સાથે ઓટીપી શેર ન કરો, અજાણી વ્યક્તિ સાથે તમારી બેંક ડિટેલ શેર ન કરો. આ પ્રકારની ચેતવણી બેંક દ્વારા આપવામાં આવે છે.
Join Our WhatsApp Community