News Continuous Bureau | Mumbai
ઓલ ઈન્ડિયા એડીબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી જેએનપીટી ખાતે જીબીએલ ઈન્સ્ટોલેશન, જ્યાં આયાતકારો દ્વારા ખાદ્યતેલનો સંગ્રહ કરવામાં આવે છે અને આગળ વેચવામાં આવે છે. પરંતુ તેમના કાંટા પર ચાલતી ગડબડને કારણે ખરીદદારો દ્વારા વજન ઓછું થતું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી અને ગત 17મી ફેબ્રુઆરીના રોજ મોટાભાગના લોડેડ વાહનોમાં 10 ટન પાછળ 70 થી 160 કિલો અને 20 થી 25 ટનના ટેન્કર પાછળ 200 કિલોથી 380 કિલો સુધીની કમી મળી આવી છે, જે પછી આયાતકાર અને GBLના વરિષ્ઠ લોકોને ફરિયાદ કરવામાં આવી હતી, કેટલાક આયાતકારોએ GBL પાસેથી વધુ માહિતી લઈને વળતર આપવા જણાવ્યું હતું અને એક આયાતકાર દ્વારા જે કંઈ નુકસાન થયું છે તે ભરપાઈ કરવાનું વચન આપ્યું હતું.
ઘણા દિવસો સુધી સતત અનુસરણ કરવા છતાં પણ કોઈ પ્રકારનો નક્કર જવાબ ન મળતા આખરે 24મી ફેબ્રુઆરીના રોજ શિવડી ખાતે મળેલી વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને દલાલોની સંયુક્ત બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ફરી એકવાર તમામ આયાતકારો અને જીબીએલને મેલ દ્વારા જાણ કરવામાં આવશે, જો 28મી ફેબ્રુઆરી સુધીમાં જવાબ ન મળે તો 1લી માર્ચથી વજનમાં વધુ વિસંગતતા સારી ન થાય ત્યાં સુધી GBL ઇન્સ્ટોલેશનનો બહિષ્કાર કરીને કોઈ માલ ઉપાડવામાં આવશે નહીં.
મહારાષ્ટ્ર ટેન્ક લોરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ ગુરમીત સિંઘે જણાવ્યું હતું કે, “અમે ઘણા વર્ષોથી આવી અંડર-ફિલિંગ ગેરરીતિનો સામનો કરી રહ્યા છીએ અને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ સુનાવણી કરવામાં આવી નથી, તેથી અમને આ પગલું ભરવાની ફરજ પડી છે.” અને આ વખતે અમે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અડગ રહીશું અને ન્યાય મેળવીને જ રહીશું.
આ સમાચાર પણ વાંચો : હાય ગરમી! ફેબ્રુઆરી 146 વર્ષોમાં સૌથી ગરમ હતો, માર્ચમાં પણ નહીં મળે કોઈ રાહત.. જાણો શું છે હવામાન વિભાગનો વર્તારો
મહારાષ્ટ્ર ટાંકી લોરી ઓનર્સ એસોસિયેશનના ખજાનચી વિજય સિંહે જણાવ્યું હતું કે આ ઇન્સ્ટોલેશનમાં વજનમાં વિસંગતતા ઉપરાંત અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં ડ્રાઇવર પાસેથી અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરી વસુલાત કરવામાં આવે છે અને તેના કારણે સમસ્યાઓ સર્જાય છે. તેથી જ આ તમામ મુદ્દાઓ ઉકેલાઈ જાય પછી અમે અમારી હડતાળ પાછી ખેંચશું.
ખાદ્ય તેલ ટેન્કર ઓનર્સ એસોસિએશનના સુભાષ ભાઈએ જણાવ્યું હતું કે પાછલા વર્ષોમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયને ખૂબ જ ખરાબ અસર થઈ છે અને હડતાલ એ છેલ્લો ઉપાય છે પરંતુ GBL દ્વારા કરવામાં આવતી ખોટી પ્રથાઓ સામે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી તેથી અમે તમામ સંસ્થાને આ નિર્ણય લેવાની ફરજ પડી રહી છે.
મહાસંઘના જનરલ સેક્રેટરી તરુણ જૈને જણાવ્યું હતું કે અમે સૌને અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી નવી માહિતી આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ GBL ઇન્સ્ટોલેશનમાં લોડિંગ માટે માલ મોકલશે નહીં અને સંગઠનની શક્તિમાં વિશ્વાસ રાખીને એકતા જાળવી રાખશે.