News Continuous Bureau | Mumbai
બજેટ 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ પાંચમું બજેટ છે. આ સાથે જ આગામી 2024ની સામાન્ય ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે.
મહત્વનું છે કે છેલ્લા એક વર્ષથી સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. દરમિયાન આજે બજેટમાં આવી ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે, જે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર કરશે. ચાલો જાણીએ કે આજના બજેટ પછી શું સસ્તું અને શું મોંઘુ થશે.
આ સમાચાર પણ વાંચો : અમૃત કાળનું પ્રથમ બજેટ, નિર્મલા સીતારમણે કહ્યું – દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતો સિતારો માની
આ વસ્તુ સસ્તી થશે
બેટરીથી ચાલતી અને ઈલેક્ટ્રીકલ વસ્તુઓ
મોબાઇલ ફોન
એલઇડી ટીવી
લેપટોપ
ખેતીના સામાન
TV પેનલના પાર્ટ્સ
હીરા મેન્યુફેક્ચરિંગ માટેની વસ્તુઓ
લિથિયમ આયન બેટરી
ઇલેક્ટ્રિક વાહનો
રમકડાં
કેમેરા લેન્સ
આ વસ્તુઓ થશે મોંઘી
સોના-ચાંદી અને પ્લેટિનમના દાગીના
રસોઈ ઘરની ઇલેક્ટ્રિક ચીમની
વાસણ
એક્સ-રે મશીન
સિગારેટ
કમ્પાઉન્ડેડ રબર
ઈમ્પોર્ટેડ દરવાજા
Join Our WhatsApp Community