News Continuous Bureau | Mumbai
અમદાવાદીઓએ ઘણા સમય પહેલા સી પ્લેનમાં મુસાફરી કરી હતી પરંતુ સી પ્લેન ક્યારે આવશે તેને લઈને લોકોમાં પણ ચિંતા હતી ત્યારે ફરી સી પ્લેન ઉડતું જોવા મળશે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સેવા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ વારંવાર મેન્ટેનન્સ માટે મોકલવામાં આવતા આખરે સી પ્લેનની સેવા જ ખોરવાઈ ગઈ હતી પરંતુ સરકાર હવે સસ્તી લોન લઈને પણ સી પ્લેન ચલાવશે.
રાજ્ય સરકારે સમગ્ર સી પ્લેન પ્રોજેક્ટ માટે પ્રથમ વખત બેંકો પાસેથી લીઝ ફાઇનાન્સ લેવાનું નક્કી કર્યું છે. સી-પ્લેન માટે કેટલી લીઝ ફાઇનાન્સ લેવામાં આવશે તે હજુ નક્કી નથી પરંતુ આગામી 15 દિવસમાં તેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Covid – 19, China News : કોરોના થી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચીનમાં લિંબુની ડિમાન્ડ વધી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્વાકાંક્ષી સી પ્લેન પ્રોજેક્ટની શરુઆત કરાવી હતી. જેમાં અમદાવાદથી કેવડીયા સુધી શરુઆતમાં પેસેન્જરો પણ મળતા હતા. પરંતુ પછીથી આ સેવા જ બંધ થઈ ગઈ છે. માટે રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે સી પ્લેનની નવી બ્રાન્ડ ખરીદવામાં રસ દાખવ્યો છે. તે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં સી પ્લેન દ્વારા લાવવાથી લઈને સમગ્ર પ્રોજેક્ટને ચલાવવા માટે કેટલો ખર્ચ થશે તેની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે. માલદીવ પાસેથી 50 વર્ષ જૂનું એરક્રાફ્ટ લીઝ પર લીધું હોવાની પણ અગાઉ ચર્ચા હતી જે વારંવાર ખોટવાતું હતું ત્યારે આ દરમિયાન તેને માલદીવમાં જાળવણી માટે વારંવાર મોકલવું પડતું હતું.
આગામી મહિનાઓમાં સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્લેન સેવા ફરી શરૂ કરવામા આવશે. જો કે, મળતી વિગતો અનુસાર બીજા તબક્કામાં અમદાવાદથી અંબાજી, સાપુતારા, શેત્રુંજ્ય, ઉકાઇ સહિતના સ્થળે સી પ્લેન માટે તકનીકી અભ્યાસ થઇ રહ્યો છે. અગાઉ એવી પણ વિગતો સામે આવી હતી કે, અંકલેશ્વર, અમરેલી અને માંડવીમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના ટ્રાન્સપોર્ટેશન માટે એર દ્વારા કારગો પરિવહન સેવા ચાલુ થશે. તેવું જણાવા મળ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: ‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર