News Continuous Bureau | Mumbai
મુંબઈના મલાડમાં ફ્લાયઓવર પર કોઈક રીતે ઊંચે ચઢી આવેલી એક બિલાડીને અગ્નિશામકોની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી. વાયરલ વિડિયોની એ ક્ષણ કેમરામાં કેપ્ચર થઈ છે જ્યારે બિલાડી સંપૂર્ણપણે બચાવ જાળમાં કૂદી પડી હતી. એ સમયે મુંબઈના રસ્તા પર સેંકડો લોકોની ભીડ જામી હતી અને લોકો તમાશો જોવા ઉભા રહી ગયા હતા. ટ્રાફીક પણ રોકવામાં આવ્યો હતો.
આ વિડિયો થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. મુંબઈના વ્યસ્ત રસ્તા પર દુર્ઘટનામાંથી બિલાડીને બચાવવા બદલ લોકો રેસ્ક્યુ ટીમની પણ પ્રશંસા કરી રહ્યાં છે.
View this post on Instagram