News Continuous Bureau | Mumbai
ભેળસેળયુક્ત દૂધને ફરીથી પેક કરીને સીલ કરવામાં આવ્યું હતું
મુંબઈ પોલીસના ક્રાઈમ કંટ્રોલ બ્યુરોના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર નીતિન પાટીલની ટીમને બાતમી મળી હતી કે કાંદિવલી ( Kandivali ) ઈસ્ટના પોયસર ડિવિઝનમાં આવેલી બિહારી ટેકડી નામની સોસાયટીમાં એક ઘરમાં મોટા પ્રમાણમાં દૂધમાં ભેળસેળ ( Adulterated Milk ) થઈ રહી છે. આ માહિતીના આધારે ક્રાઈમ કંટ્રોલ બ્યુરોની ટીમે બુધવારે 11 જાન્યુઆરીએ સવારે 3 વાગ્યાની આસપાસ ( seized ) દરોડો પાડ્યો હતો. ત્યારે એક ઓરડીમાં એક મહિલા અને ત્રણ પુરૂષો દૂધમાં ભેળસેળ કરતા હતા અને ભેળસેળવાળુ દૂધ ફરીથી કોથળીમાં ભરીને સીલ કરી દીધું હતું. પોલીસે મહિલા અને ત્રણ લોકોની અટકાયત કરી લગભગ 1 હજાર 40 લિટર દૂધ જપ્ત કર્યું હતું. આ સાથે ભેળસેળ કરનારી સામગ્રી, અમૂલ, ગોકુળ કંપનીની ખાલી અને ભરેલી કોથળીઓ અને ભેળસેળયુક્ત દૂધમાં વપરાતા પાણી અને રસાયણો જપ્ત કરીને તપાસ માટે એફડીએને મોકલવામાં આવ્યા છે.
પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો
આ કેસમાં રોશૈયા (49), શ્રીનિવાસ નરસિંહ વડલા કોંડ (38), નરેશ મરૈયા જાડલા (29), અંજય્યા ગોપાલુ બોડુપલ્લી (43) અને રામા સત્યનારાયણ ગજ્જી (30)ની ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઓપરેશન મુંબઈ પોલીસના ક્રાઈમ કંટ્રોલ બ્યુરો અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ ટોળકી દૂધમાં ભેળસેળ કરીને કાંદિવલી વિસ્તારમાં છેલ્લા આઠ-દસ મહિનાથી ભેળસેળયુક્ત દૂધ વેચતી હતી, હવે સ્થાનિક નાગરિકો પૂછી રહ્યા છે કે સમતા નગર પોલીસ વિસ્તારમાં ભેળસેળયુક્ત દૂધના વેચાણ અંગે સ્થાનિક પોલીસને માહિતી કેમ ન મળી.
આ સમાચાર પણ વાંચો: એલન મસ્ક ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે… 180 બિલિયન લોસ સાથે મસ્કે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો…