News Continuous Bureau | Mumbai
મુંબઈ સહિત રાજ્યમાં નવા વર્ષને આવકારવા તડામાર તૈયારી થઇ ગઇ છે. તેની સાથે બૃહન્મુંબઈ ઈલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ એટલે કે બેસ્ટ પ્રશાસને મુંબઈગરાની ઉજવણીને વધુ મજેદાર બનાવવા માટે જોડાઈ છે. મુંબઈગરા માટે પ્રવાસની અનુકૂળતા માટે બેસ્ટ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બેસ્ટ 31મી ડિસેમ્બરે ( New Years ) 50 વધારાની બસો દોડાવશે તેમ જ ઓપન ડબલ ડેકર ( double decker ) બેસ્ટ બસ ( BEST ) પણ સેવામાં રહેશે.
દર વર્ષે 31મી ડિસેમ્બરે બેસ્ટ પ્રશાસન દ્વારા મુંબઈવાસીઓની સેવામાં સવાર સુધી વધારાની બસો દોડાવવામાં વે છે. આ વર્ષે પણ પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને, બેસ્ટે મુંબઈના વિવિધ ભાગોમાં ગત વર્ષની સરખામણીમાં વધુ 50 બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. તદઉપરાંત બેસ્ટની ડબલ ડેકર બસ અને બેસ્ટની ઓપન ડબલ ડેકર બસ, જે છેલ્લા કેટલાંક વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, તે પણ 31મી ડિસેમ્બરની રાતથી 1લી જાન્યુઆરી 2023ના વહેલી સવાર સુધી ચલાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ફૂલ ગુલાંબી ઠંડી.. નવા વર્ષમાં કેવું રહેશે શહેરનું વાતાવરણ…? જાણો હવામાન વિભાગનો વર્તારો
દરમિયાન મુંબઈગરાઓની સુવિધા માટે માત્ર બેસ્ટ જ નહીં પરંતુ રેલવેએ પણ મિડનાઈટ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર લાઈન પરથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ઉપરાંત વેસ્ટર્ન રેલવે ઉપનગર વિસ્તારમાં રવિવારે 1 જાન્યુઆરીએ જમ્બો બ્લોક રાખશે નહી.
Join Our WhatsApp Community