ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 સપ્ટેમ્બર 2020
એક બાજુ અમુક એરિયાઓ માં કોરોના નું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે બીજીબાજુ વેસ્ટર્ન રેલ્વેના એવા કેટલાક પરા છે જ્યાં કોરોનાના કેસોએ ફરી માથું ઉચક્યું છે. પહેલા માત્ર બોરીવલીમાં જ કોરોનાના એક હજારથી વધુ કેસો નોંધાયા હતા. પરંતુ હવે કાંદીવલી અને અંધેરી વેસ્ટ માં એક હજારથી પણ વધુ કેસો નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. જેને કારણે મુંબઈનો રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે.
થોડા સમય પહેલા દક્ષિણ મુંબઈના કોલાબા, મલબાર હિલથી લઈને બાંદ્રા, ગોરેગાવ, કાંદીવલી અને દહીસર સુધીમાં કોરોના સંક્રમણ એ માથું ઊંચક્યું હતું. પરંતુ બોરીવલી ને બાદ કરતા બીજા પરામાં ચેપને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.. પરંતુ આ વખતે કાંદીવલી અને અંધેરી વેસ્ટ માં આ રોગે માથું ઉચકતાં, બંને પરા ડેન્જર ઝોનમાં આવી ગયા છે. જો આંકડાઓમાં વાત કરીએ તો બે અઠવાડિયા પહેલા બોરીવલીમાં એક હજારથી વધુ એક્ટિવ કેસ હતા. પરંતુ આ વખતે કાંદીવલી અને અંધેરી વેસ્ટ માં આ કેસનો આંકડો સત્તરસો પાર કરી ગયો છે.
જો ટકાવારીમાં વાત કરીએ તો ગત 20 ઓગસ્ટે શહેરનો રિકવરી રેટ 81 ટકા નોંધાયો હતો જે બાદમાં ઘટીને 78 ટકા થયો છે. આ અંગે મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ એક દિવસમાં 9000 થી વધુ લોકોની કોરોના ટેસ્ટ કરવામાં આવી રહી છે આથી સંક્રમિત લોકોની સંખ્યા પણ વધુ ને વધુ સામે આવી રહી છે
મુંબઈ ના આંકડાઓ
ગઈકાલે મળેલા નવા કેસ. 1179
ગઈકાલે મરનારની સંખ્યા. 32
કોરોના ના કુલ કેસ. 145805
મરણાંક. 7658
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com