વર્ષ 2012-13 થી છેલ્લા 10 વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ બાળક દીઠ આ અંદાજપત્રમાં રકમ બમણી કરી નાખી છે. ‘મુંબઈમાં મ્યુનિસિપલ શિક્ષણની સ્થિતિ, 2022’ પર પ્રજા ફાઉન્ડેશનનો અહેવાલ દર્શાવે છે કે ગયા વર્ષે BMCએ પ્રત્યેક બાળક પર લગભગ 85,000 રૂપિયા ખર્ચ્યા હતા. જોકે એક વાસ્તવિકતા એવી છે કે મુંબઇ મહાનગર પાલિકાનું બજેટ પણ તે વાસ્તવિક ખર્ચ કરતાં હંમેશા ઓછું જ હોય છે.
મુંબઈ મહાનગરપાલિકા આટલો બધો ખર્ચ કરે છે તેમ છતાં એવી ટીકા થઈ રહી છે કે પાલિકાની શાળામાં શિક્ષણની ગુણવત્તા સારા સ્તરની નથી. આ જ કારણ છે કે પાલિકાની શાળામાં બાળકોના એડમિશન નથી થઈ રહ્યા. તેમજ પહેલા ધોરણમાં એડમિશન લેનાર બાળકોમાં થી માત્ર ૪૦ ટકા બાળકો દસમા ધોરણ સુધી ભણે છે.
આ સમાચાર પણ વાંચો: Government Scheme : 5 હજાર સુધીનું રોકાણ કરીને શરૂ કરો બિઝનેસ! સરકાર પણ કરશે મદદ, શું છે આ યોજના?
ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની શાળામાં વિદ્યાર્થી (School) પાસેથી એકે રૂપિયો લેવામાં આવતો નથી. આ ઉપરાંત વિદ્યાર્થીને નાસ્તો અને ભોજન પણ અપાય છે. તેમજ સ્કૂલના દફતર, ચોપડા, પેન પેન્સિલ અને કંપાસ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે બાળક ઊંચા વર્ગમાં જાય ત્યારે બાળકને ભણવા માટે ટેબલેટ પણ આપવામાં આવે છે. આ તમામ વસ્તુઓ માટે એકે રૂપિયો લેવામાં આવતો નથી.
જો કે ચિંતાની વાત એ છે કે પ્રત્યેક બાળક પાછળ એક લાખ રૂપિયા પ્રતિ વર્ષ ખર્ચ કર્યા પછી પણ પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી જાય છે. અનેક પાલિકાની શાળાઓ બંધ થઈ ચૂકી છે તેમજ વિદ્યાર્થીઓના અભાવને કારણે પાલિકાએ નછૂટકે શાળાને બંધ કરવી પડે છે. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આ શાળાના પ્રીમાઈસીસ માં પ્રાઇવેટ સ્કુલ શરૂ કરવામાં આવે ત્યારે તે શાળામાં એડમિશન ફૂલ થઇ જાય છે.