News Continuous Bureau | Mumbai
હવે મુંબઈવાસીઓની મુંબઈના પશ્ચિમી ઉપનગર બોરીવલીથી થાણે સુધીની સફર દોઢ કલાકને બદલે 15 થી 20 મિનિટમાંનું થઇ જવાનું છે. શિંદે-ફડણવીસ સરકાર એમએમઆરમાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની સમસ્યાને ઉકેલવા માટે વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપી રહી છે. આ અંતર્ગત MMRDAએ સંજય ગાંધી નેશનલ પાર્કમાં અંડરગ્રાઉન્ડ ટનલ રોડ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ ( Borivali-Thane twin tunnel work ) પ્રોજેક્ટનું કામ ચોમાસામાં ( monsoon ) શરૂ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થાણેથી બોરીવલી સુધીના અંડરગ્રાઉન્ડ રોડ અંગે ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદે પહેલાથી જ અવાજ ઉઠાવ્યો છે. અગાઉ આ કામ MSRDC દ્વારા થવાનું હતું, પરંતુ મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે MMRDAને સોંપી દીધું હતું.
11.8 કિમી સબવે
આ રૂટ સંજય ગાંધી નેશનલ પાર્કની અંદરથી 11.8 કિલોમીટર લાંબો હશે. તેમાંથી લગભગ 10.8 કિલોમીટર લાંબી ટ્વીન ટનલ બનાવવામાં આવશે. જે સૌથી લાંબી ટનલ હશે, જે જમીનથી 23 મીટર નીચે હશે. MMRDA ને નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફ તરફથી મંજૂરી મળી ગઈ છે. MMRDAના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ચાર વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે
અંતર આટલું નાનું હશે
થાણેથી બોરીવલીનું અંતર અંદાજે 24 કિમી છે. બોરીવલી જવા માટે ઘોડબંદર રોડ માર્ગ પર ભારે ટ્રાફિકને કારણે બોરીવલીથી થાણેની મુસાફરીમાં 1 થી 1.5 કલાકનો સમય લાગે છે. ટનલ રોડ બન્યા બાદ આ અંતર અડધું થઈ જશે. મુસાફરીમાં સમયની સાથે ઈંધણની બચત થશે.
Join Our WhatsApp Community